ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર
નવા કૃષિ કાયદા પાછા ખેંચાયા બાદ મોદી સરકાર બેકફૂટ પર છે.
હવે વિપક્ષ દ્વારા કલમ 370 બહાલ કરવા માટે અને CAAના કાયદાને પાછો ખેંચવાની માંગ શરૂ થઈ ગઈ છે.
પહેલા ફારુખ અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે, સરકારે જમ્મુ કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરી દેવી જોઈએ અને હવે AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ CAAનો મુદ્દો ઉઠાવ્યો છે.
તેમણે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે એ દિવસ પણ દુર નથી જ્યારે મોદી સરકાર CAAનો કાયદો પણ પાછો ખેંચશે.
તેમણે કહ્યુ હતુ કે, CAA વિરોધી આંદોલનના કારણે દેશમાં NRC લાગુ કરવા પર ફુલસ્ટોપ મુકાયુ હતુ. જોકે હજી CAAના નિયમો બનાવવાના પણ બાકી છે.
ઉલ્લેખનીય છે કે, આજે સવારે ગુરુ પરબના દિવસે પ્રધાનમંત્રી મોદીએ કૃષિ કાયદાઓ પાછો ખેંચવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનથી ચીન જઈ રહેલા જહાજને મુંદ્રા પોર્ટ પર અટકાવાયું, અદાણીએ કર્યો આ ખુલાસો