ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્યોને પણ સાવધાની વર્તવાની શરૂ કરી દીધી છે.
આ જ ક્રમમાં ઉત્તર પ્રદેશ સરકારે પણ મોટું પગલું ભર્યુ છે અને રાજધાની લખનૌમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે સીઆરપીસીની કલમ 144 હેઠળ લખનૌમાં 5 જાન્યુઆરી 2022 સુધી નિષેઘાજ્ઞા લાગૂ રહેશે.
આ દરમિયાન વિધાન ભવન અને તેની આસપાસ એક કિલોમીટરના દાયરામાં વિશેષ સતર્કતા રહેશે.
સાથે જ કોવિડ પ્રોટોકોલની કડકાઈથી પાલન કરવું, માસ્ક લગાવવુ અને 2 ગજના અંતરનુ પાલન કરવું ફરજિયાત હશે.
મધ્યમ વર્ગને કોઈ રાહત નહીં, RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન, આ કારણે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં