Site icon

ચૂંટણી પહેલા આ ભાજપ શાસિત રાજ્ય સરકારનો માસ્ટર સ્ટ્રોક- યુનિફોર્મ સિવિલ કોડ માટે કેબિનેટમાં પ્રસ્તાવ પાસ 

News Continuous Bureau | Mumbai

ગુજરાત(Gujarat) રાજ્યમાં વિધાનસભા(Assembly Election) ની ચૂંટણી આવી રહી છે ત્યારે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક(Cabinet meeting) માં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ(Uniform Civil Code) લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પાસ કર્યો છે. 

Join Our WhatsApp Community

ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી રૂપાલા આજે પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપી છે. પ્રેસ કોન્ફરન્સમાં રૂપાલાએ કહ્યું કે, વર્ષોથી આ મુદ્દો અટવાયેલો હતો. હવે ગુજરાત(Gujarat)માં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આ અંગે એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી ગઠનના અધિકાર સીએમ ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) ને આપવામાં આવ્યો છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે નાગરિકોની માંગને લઇને સરકાર દ્વારા આજે યુનિફોર્મ સિવિલ કોડ મામલે નિર્ણય લેવાયો છે અને રાજ્યમાં તમામ નાગરિકો માટે કાયદો સમાન હોય તે માટે બંધારણના પ્રકરણ 4 ની કલમ 44 અંતર્ગત કમિટીની રચના કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો :તૈયાર રહેજો- 1 નવેમ્બરથી મધ્યમ વર્ગના લોકો પર થશે મોટી અસર- ગેસ સિલિન્ડરની કિંમત સહિત આ નિયમોમાં થશે ફેરફાર 

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વધુમાં કહ્યું કે, રામ મંદિર, કલમ 370, યુનિફોર્મ સિવિલ કોડ ખૂબ જૂના મુદ્દા છે. જેમાં ઘણા નાગરિકો યુનિફોર્મ સિવિલ કોડને અભાવે અન્યાય સહન કરતા હતા અને દાયકાઓથી યુનિફોર્મ સિવિલ કોડને લઈને લોકોના મનમાં અસંતોષ પણ હતો. આજ સુધી જીએસટીના તમામ તમામ નિર્ણય સર્વાનુમતે જ થયા હોવાનું પણ રૂપાલાએ ઉમેર્યું હતુ. સરકાર સર્વાનુમતે નિર્ણય લે છે તે લોકશાહીની તાકાત છે. 

ઉલ્લેખનીય છે કે છે કે ઉત્તરાખંડમાં પણ ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડને લઈને જાહેરાતો કરવામાં આવી હતી અને તે બાદ સરકાર બન્યા પછી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે એ જ પેટર્નથી ગુજરાતમાં પણ સરકાર પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે જેને લઈને આગામી ટૂંક જ સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : રાતના જલદી ઘરે પહોંચી જજો-આજે સેન્ટ્રલ રેલવેમાં આ સ્ટેશનો વચ્ચે ચાર કલાકનો છે જમ્બો બ્લોક

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version