Site icon News Continuous Bureau | Mumbai

અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી- શહેરમાં સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા- જુઓ વિડીયો અને ફોટોસ 

News Continuous Bureau | Mumbai 

કેરળ(Kerala)થી મુંબઈ(Mumbai) સહિત કોંકણ (Konkan) અને ગોવા(Goa)ના મોટાભાગમાં ચોમાસુ પહેલા જ આગળ વધી ચૂક્યું છે.દરમિયાન 24 કલાકમાં ગુજરાત(Gujarat)માં પણ ચોમાસા(monsoon)ની સત્તાવાર એન્ટ્રીની આગાહી કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

જો કે છેલ્લા 2 દિવસથી ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી(rain) માહોલ જામ્યો છે. અમદાવાદ(Ahemdabad)માં ગઈકાલે(રવિવારે) રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

 

એક તરફ વરસાદના પગલે શહેરીજનોને ગરમી(heat) અને બફારાથી રાહત મળી હતી, તો બીજી તરફ વરસાદના કારણે કેટલાક ઠેકાણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ અચાનક તૂટી પડેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી(water logged) ભરાઈ ગયા હતા.

શહેરના શાસ્ત્રીનગર, ઘાટલોડિયા, સાયન્સ સિટી, ગોતા અને સોલા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા. જેના કારણે ટ્રાફિક જામ(traffic jam)ના દ્રશ્યો સર્જાયા હતા.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ પાડોશી રાજ્યમાં સંભવિત નવી લહેરની શરૂઆત- મુખ્ય સચિવ બીજી વખત આવ્યા કોરાનાની ચપેટમાં-થયા હોમ ક્વોરન્ટાઈન

વરસાદના પગલે અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport) પાણી-પાણી થઈ ગયું હતું. એરપોર્ટના ટર્મિનલ(terminal)માં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેનો નિકાલ કરતાં સફાઈ કર્મચારીઓનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો.

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version