Site icon

અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પણ ચૂંટણી મેદાને, શું લોકસભાની છે અત્યારથી તૈયારીઓ??

ભરૂચની 5 બેઠકોમાંથી 1 બેઠક કોંગ્રેસ પાસે છે જ્યારે 4 બેઠક ભાજપ પાસે છે ત્યારે આ સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તે જોવું રહ્યું.

News Continuous Bureau | Mumbai

અહેમદ પટેલ ( Ahmad Patel ) ની પુત્રી મુમતાઝ પટેલ પણ ભરુચ (Bharuch) માં અત્યારે પ્રચાર કરતી જોવા મળી રહી છે. બની શકે છે કે, આવનાર દિવસોમાં 2024માં ભરૂચમાંથી લોકસભાની ચૂંટણી (Loksabha elections) પણ લડી શકે છે. કેમ કે, તેઓ કહી રહ્યા છે લોકોનો સાથ સહકાર મળશે તો જરુરથી ચૂંટણી લડીશ.  ભરૂચની 5 બેઠકોમાંથી 1 બેઠક કોંગ્રેસ પાસે છે જ્યારે 4 બેઠક ભાજપ પાસે છે ત્યારે આ સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે કે કેમ તે જોવું રહ્યું. જો કે, જે રીતે ભાજપ દ્વારા પુરજોશમાં ભરુચમાં પ્રચારો કરાયો છે ત્યારે કોંગ્રેસ પણ આ મામલે પાછળ નથી. તેમના તપરફથી મુમતાઝ પટેલ પણ પ્રચાર કરતી જોવા મળી હતી. 

Join Our WhatsApp Community

અહેમદ પટેલ કે જેઓ વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા હતા અને તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. ત્યારે હવે તેમના સંતાનો પણ ગુજરાત કોંગ્રેસમાં જોવા મળી રહ્યા છે એટલે કે, તેમના બાદ સંતાનોએ પણ પ્રવેશ કર્યો છે. ચૂંટણી પહેલા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પ્રચાર કરતી જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો: Love lafda, viral video : બિહારમાં એક બોયફ્રેન્ડ માટે 5 છોકરીઓ ઝઘડી પડી. ઝપાઝપી એવી હતી કે કપડાં પણ ફાટી ગયા. જુઓ વિડીયો

જો લોકો કહેશે તો હું ચોક્કસ રાજકારણમાં પ્રવેશ કરીશ અને જો મને તક મળશે તો હું 2024માં ભરૂચમાંથી લોકસભાની ચૂંટણી લડીશ. તેમ કહ્યું હતું. વધુમાં તેણે કહ્યું કે, વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડવી જોઈએ. હવે ભરૂચના રાજકારણમાં મુમતાઝ પટેલની એન્ટ્રી પણ પ્રચારમાં જોવા મળી હતી જેથી ચોક્કસથી લોકસભાની ચૂંટણીની પણ આ તૈયારીઓ કહી શકાય છે. 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version