Site icon

DRI: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIને મળી મોટી સફળતા! ઔરંગાબાદમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો કર્યો પર્દાફાશ, આટલા કરોડનું ડ્રગ્સ પકડાયું.. જાણો સંપુર્ણ મામલો વિગતવાર..

DRI: અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને DRIનું મહારાષ્ટ્રમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જેની હેઠળ તેને કરોડોનું ડ્ર્ગ્સ જપ્ત કર્યું છે. ક્રાઇમ બ્રાંચે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી રૂપિયા 500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે…

Ahmedabad Crime Branch and DRI got a big success: Drug manufacturing factory busted from Aurangabad, 500 crore worth of goods seized..

Ahmedabad Crime Branch and DRI got a big success: Drug manufacturing factory busted from Aurangabad, 500 crore worth of goods seized..

News Continuous Bureau | Mumbai 

DRI: અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime Branch) અને DRIનું મહારાષ્ટ્ર (Maharashtra) માં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. જેની હેઠળ તેને કરોડોનું ડ્ર્ગ્સ (Drugs) જપ્ત કર્યું છે. ક્રાઇમ બ્રાંચે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી રૂપિયા 500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. આ પહેલા પણ મુંબઈ (Mumbai) માંથી ન્યૂઝ આવ્યા હતા કે NCB મુંબઈમાં બે અલગ-અલગ કામગીરીમાં ત્રણ વિદેશીઓ સહિત નવ લોકોની ડ્રગ્સ મામલે ધરપકડ કરી હતી. તેમની પાસેથી 6.9 કિલો કોકેઈન અને લગભગ 200 કિલો અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

રાજ્યમાં નાસિક, સોલાપુર અને સંભાજી નગર બાદ મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અમદાવાદ યુનિટે શુક્રવારે રાજ્યના સંભાજી નગર જિલ્લામાં (Aurangabad) 250 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક દ્રવ્યો જપ્ત કર્યા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને અન્ય એક માદક દ્રવ્યના કેસની તપાસ દરમિયાન સંભાજી નગરની એક ફેક્ટરીમાં માદક દ્રવ્યોનું ઉત્પાદન થતું હોવાની માહિતી મળતાં સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (DRI) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Nepal Earthquake: નેપાળમાં ધણધણી ઉઠી ધરા! આટલી તીવ્રતાના ભયંકર ભૂકંપથી કાઠમાંડુ ધ્રૂજ્યું, તેની સાથે ભારતના આ શહેરોમાં પણ આંચકા..

બે વ્યક્તિઓની ધરપકડ….

માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ડીઆરઆઈની સંયુક્ત ટીમે સંભાજી નગર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં દરોડો પાડીને 4.5 કિલો મેફેડ્રોન, 4.3 કિલો કેટામાઈન અને 9.3 કિલો વજનનું મેફેડ્રોનનું અન્ય મિશ્રણ જપ્ત કર્યું હતું. આ દરોડામાં મુખ્ય સુત્રધાર સહિત બે વ્યક્તિઓ સામે નાર્કોટિક ડ્રગ્સ પ્રોહિબિશન એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

એક આરોપીના ઘરે તપાસ દરમિયાન આશરે 23 કિલો કોકેઈન, 2.9 કિલો મેફેડ્રોન અને ભારતીય ચલણમાં 30 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. ડીઆઈઆર દ્વારા જપ્ત કરાયેલી ડ્રગ્સની બજાર કિંમત 250 કરોડથી વધુ છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version