Site icon

Special train: 5 નવેમ્બરથી દર રવિવારે અમદાવાદ-એકતા નગર હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડશે અને વડોદરા સ્ટેશન પર રોકાણ.

Special train: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 31 ઓક્ટોબર, 2023ના રોજ વર્ચ્યુઅલી એકતાનગરથી અમદાવાદ વચ્ચે ચાલનારી ગુજરાતની પ્રથમ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનનો લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો.

Ahmedabad-Ekta Nagar Heritage Special train will run every Sunday from November 5 and stay at Vadodara station

Ahmedabad-Ekta Nagar Heritage Special train will run every Sunday from November 5 and stay at Vadodara station

News Continuous Bureau | Mumbai

Special train: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ( Hon’ble PM Shri Narendra Modi ) દ્વારા 31 ઓક્ટોબર, 2023ના રોજ વર્ચ્યુઅલી એકતાનગરથી ( Ektanagar ) અમદાવાદ  ( Ahmedabad ) વચ્ચે ચાલનારી ગુજરાતની પ્રથમ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનનો લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો. આ ટ્રેનનું રોકાણ વડોદરા સ્ટેશને પણ થશે. આ હેરિટેજ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે :

Join Our WhatsApp Community

ટ્રેન નંબર 09409/09410 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ( Heritage )  સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09409 અમદાવાદ-એકતા નગર સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન 5 નવેમ્બર, 2023થી દર રવિવારે સવારે 06.10 વાગ્યા અમદાવાદથી પ્રસ્થાન કરી 08.18 વાગ્યે વડોદરા પહોંચશે અને 08.23 વાગ્યે પ્રસ્થાન કરી એ જ દિવસે 09.50 લાગ્યે એકતા નગર પહોંચશે. એ જ રીતે 09410 એકતા નગર-અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દર રવિવારે 20.35 વાગ્યે એકતા નગરથી પ્રસ્થાન કરી 22.00 વાગ્યે વડોદરા પહોંચશે અને 22.05 વાગ્યે પ્રસ્થાન કરી બીજા દિવસે 00.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનમાં ચાર એસી વિસ્ટાડોમ પ્રકારના કોચ છે જેમાં ત્રણ એસી એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ અને એક રેસ્ટોરાં ડાઇનિંગ કાર સામેલ છે.

ટ્રેન નંબર 09409 તેમ જ 09410નું બુકિંગ તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર ચાલુ છે. ઉપરોક્ત ટ્રેનનો એડવાન્સ રીઝર્વ પીરિયડ (અગ્રીમ આરક્ષણ સમય) 30 દિવસ હશે.

આ સમાચાર પણ વાંચો : World Cup 2023: વર્લ્ડ કપ જીતવા માટે સિક્સર નો સહારો…. દક્ષિણ આફ્રિકાની આ સ્ટેટજી ભારત માટે ખતરનાક… વાંચો વિગતે અહીં..

( Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. )

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version