News Continuous Bureau | Mumbai
Express train: ઉત્તર રેલવેના જાલંધર-જમ્મૂતાવી ( Jalandhar-Jammutavi ) સેક્શનના પઠાણકોટ યાર્ડમાં( Pathankot yard ) ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ (Ahmedabad-Jammutavi Express ) અને અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ( Ahmedabad-Sri Mata Vaishnodevi Katra Express) ટ્રેનો અંશત: પરિવર્તિત માર્ગે ચાલશે અને પઠાણકોટ સ્ટેશન પર નહીં જાય.જેની જાણકારી આ મુજબ છે :
1.2થી 6 નવેમ્બર 2023 સુધી અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મૂતાવી એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા પઠાણકોટ કેન્ટ-ભરોલી-જમ્મૂતાવીના માર્ગે જશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશન પર નહીં રોકાય.
2.3થી 7 નવેમ્બર 2023 સુધી જમ્મૂતાવીથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19224 જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ ભરોલી-પઠાણકોટ કેન્ટ-જાલંધરના માર્ગે ચાલશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશનથી નહીં જાય.
3. 5 નવેમ્બર 2023ના રોજ અમદાવાદથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ભરોલી-પઠાણકોટ કેન્ટ-જમ્મૂતાવીના માર્ગે જશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશને નહીં જાય.
4.7 નવેમ્બર, 2023ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી પ્રસ્થાન કરનારી ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ વાયા ભરોલી-પઠાણકોટ કેન્ટ-અમૃતસરના માર્ગે ચાલશે. આ ટ્રેન પઠાણકોટ સ્ટેશને નહીં જાય.
યાત્રીઓ ટ્રેનના પરિચાલનનો સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે
અહીં આપેલી વેબસાઇટ પર તપાસ કરી શકે છે : www.enquiry.indianrail.gov.in
આ સમાચાર પણ વાંચો : Cash For Query Controversy: ‘એથિક્સ કમિટીની બેઠક દરમિયાન મારી સાથે અનૈતિક અને અભદ્ર વર્તન કરાયું… મહુઆએ મૂક્યો મોટો આરોપ.. જાણો શું છે આ સમગ્ર મામલો..વાંચો વિગતે અહીં..