News Continuous Bureau | Mumbai
Special trains: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશથી અમદાવાદ ( Ahmedabad ) મંડળની ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ( weekly special trains ) ફેરા વિશેષ ભાડા પર આંશિક પરિવર્તિત સમય સાથે વિસ્તૃત કરવામાં આવ્યા છે. મંડળ રેલવે પ્રવક્તા ( Railway spokesperson ) મુજબ આ ટ્રેનોની વિગતો આ પ્રકારે છેઃ
ટ્રેન નંબર 01906/05 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ ( Ahmedabad-Kanpur Central Superfast Special ) [12 ફેરા]
- ટ્રેન નંબર 01906 અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ ટ્રેનનેદરેક મંગળવારે 10 ઓક્ટોબર થી 26 ડિસેમ્બર 2023 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. આ ટ્રેન અમદાવાદથી 14.40 કલાકને બદલે 14.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનને દરેક સોમવારે 09 ઓક્ટોબર થી 25 ડિસેમ્બર સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
ટ્રેન નંબર 04166/65 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ ( Ahmedabad-Agra Cantt Superfast Special ) (12 ફેરા)
- ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનને દરેક ગુરૂવારે 12 ઓક્ટોબર થી 28 ડિસેમ્બર 2023 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. આ ટ્રેન અમદાવાદ થી 14.40 કલાકને બદલે 14.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 04165 આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનને દરેક બુધવારે 11 ઓક્ટોબર થી 27 ડિસેમ્બર 2023 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat, Vibrant Surat : સુરતના સરસાણા ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’ સમિટ યોજાઈ
ટ્રેન નંબર 04168/67 અમદાવાદ-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ સ્પેશિયલ [13 ફેરા]
- ટ્રેન નંબર 04168 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનને દરેક સોમવારે 09 ઓક્ટોબર 2023 થી 1 જાન્યુઆરી 2024 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. આ ટ્રેન અમદાવાદથી 14.40 કલાક ને બદલે 14.10 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 04167 આગ્રા કેન્ટ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનને દરેક રવિવારે 08 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર 2023 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.
ટ્રેન નંબર 01906, 04166 અને 04168 ના વિસ્તૃત ફેરાનું બુકિંગ 08 ઓક્ટોબર થી યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની ( IRCTC ) વેબસાઈટ પર શરૂ થશે.
ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો તરીકે ચાલશે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને આવલોકન કરી શકે છે.