News Continuous Bureau | Mumbai
દિવાળીના (Diwali 2022) તહેવારને અને મુસાફરોની સુવિધાને તહેવારોની ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવેએ (Western railway) અમદાવાદ અને ઓખા વચ્ચે વધારાની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન ખાસ ભાડા પર 10 ટ્રીપ ચલાવશે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ(Ahmedabad-Okha Superfast Special) અમદાવાદથી દર શનિવારે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.25 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 29 ઓક્ટોબર 2022 થી 26 નવેમ્બર 2022 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ઓખાથી દર રવિવારે 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 30 ઓક્ટોબર 2022 થી 27 નવેમ્બર 2022 સુધી ચાલશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણી કપાત-આજે આખો દિવસ બંધ રહેશે પાણીનો સપ્લાય
આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા તેમ જ દ્વારકા સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. ટ્રેન નંબર 09435/36નું બુકિંગ 19 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને અન્ય વિગતવાર માહિતી માટે આ વેબસાઈટ પર www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકો છો.