તહેવારોની સિઝનમાં પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન – આ તારીખથી શરૂ થઈ રહ્યું છે બુકીંગ

by Dr. Mayur Parikh
Railway News: Western Railway to run Ganpati Festival Special Train between Ahmedabad and Kudal

News Continuous Bureau | Mumbai

 દિવાળીના (Diwali 2022) તહેવારને અને મુસાફરોની સુવિધાને તહેવારોની ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવેએ (Western railway) અમદાવાદ અને ઓખા વચ્ચે વધારાની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેન ખાસ ભાડા પર 10 ટ્રીપ ચલાવશે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ(Ahmedabad-Okha Superfast Special) અમદાવાદથી દર શનિવારે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.25 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 29 ઓક્ટોબર 2022 થી 26 નવેમ્બર 2022 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ઓખાથી દર રવિવારે 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 30 ઓક્ટોબર 2022 થી 27 નવેમ્બર 2022 સુધી ચાલશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરના આ વિસ્તારોમાં પાણી કપાત-આજે આખો દિવસ બંધ રહેશે પાણીનો સપ્લાય

આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા તેમ જ દ્વારકા સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ હશે. ટ્રેન નંબર 09435/36નું બુકિંગ 19 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને અન્ય વિગતવાર માહિતી માટે આ વેબસાઈટ પર www.enquiry.indianrail.gov.in  પર મુલાકાત લઈ શકો છો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More