Site icon

Ahmedabad : અમદાવાદમાં શરુ થઈ રિવર ક્રુઝ, 10 તારીખથી શરુ થશે પરંતું ડીનર અને લંચ બુક કરાવતા પહેલા જાણો કેટલા રુપિયા ચૂકવવા પડશે

Ahmedabad : અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની ઘણા સમયથી રાહ જોવાતી હતી તેની શરુઆત ધીમીધારે પડી રહેલા વરસાદની સાથે અમદાવાદમાં થઈ ચૂકી છે. રીવરફ્રન્ટના નજારા સાથે આહલાદક અનુભવ કરાવતી રિવર ક્રૂઝમાં બપોર લંચ અને સાંજે ડીનર કરી શકો છો. જે માટે અલગ અલગ પ્રાઈઝ રાખવામાં આવી છે.

News Continuous Bureau | Mumbai

Ahmedabad : અમદાવાદમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની(Floating Restaurant) ઘણા સમયથી રાહ જોવાતી હતી તેની શરુઆત ધીમીધારે પડી રહેલા વરસાદની સાથે અમદાવાદમાં થઈ ચૂકી છે. રીવરફ્રન્ટના નજારા સાથે આહલાદક અનુભવ કરાવતી રિવર ક્રૂઝમાં બપોર લંચ અને સાંજે ડીનર કરી શકો છો. જે માટે અલગ અલગ પ્રાઈઝ રાખવામાં આવી છે. 

Join Our WhatsApp Community

સાબરમતી(Sabarmati) નદીમાં શરૂ કરાયેલ રિવર ક્રૂઝ(River Cruise) 10 જુલાઈથી લોકો માટે ખુલ્લું મૂકાશે. રિવર ક્રૂઝમાં લંચ માટે 1800 અને ડિનર માટે 2000 ચૂકવવાના રહેશે. જો કે, આ ખૂશનુમાં વાતાવરણમાં સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજથી દાધીચી બ્રિજ સુધી ક્રૂઝમાં આનંદ પણ માણી શકાશે.

અમદાવાદ નગરને રિવર ક્રુઝના માધ્યમથી નવું નજરાણું મળ્યું છે. એક સમય હતો કે સાબરમતી નદી એક ગંદા પાણીના ખાબોચિયા તરીકે ઓળખાતી હતી, પરંતુ તેનો નજારો બદલાતા નવી ઓળખ રીવરફ્રન્ટને મળી રહી છે. 30 મીટર લાંબી અને 10મીટર પહોળાઈ ધરાવતા આ ક્રુઝમાં ભોજન, સંગીત જેવી સુવિધા પણ મળવાની છે, તેમાં ફાયર સેફ્ટી સુરક્ષાનાં પાસાંઓને પણ ધ્યાને રખાયાં છે. એક સાથે 125 લોકો બેસી શકે તેવી કેપેસિટી રહેશે. આ ક્રૂઝ 10 કરોડ રુપિયામાં તૈયાર થઈ છે. જે તમને નદીમાં પાણી વચ્ચે રીવરફ્રન્ટના નજારાને જોવાનો આનંદ આપશે. 

ગઈકાલે  કેન્દ્રીય ગૃહ મંત્રી મિતભાઈ શાહના(Amit Shah) હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું. તેમણે કહ્યું હતું કે, રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ શહેર જ નહિ, રાજ્ય આખાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહિ રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર પણ બન્યું છે.

આ સમાચાર પણ વાંચો: BBC Documentary : ગુજરાત રમખાણો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીથી બબાલ, સરકારે બ્લોક કરવાના આપ્યા આદેશ

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version