ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર,
યુદ્ધમા હવે બોમ્બ અને ગોળીઓની સાથે ન્યુક્લિયર અને બાયોકેમિકલ હથિયારોનો ઉપયોગ વધ્યો છે. જે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં પણ જોઈ શકાય છે. આવા ઘાતક હથિયારોના ઉપયોગના લીધે ભવિષ્યની પેઢી માટે પરિણામો અને તેની છાપ વર્ષો સુધી જોવા મળે છે. આવા બાયોકેમિકલ અને ન્યૂક્લિયર હથિયારો સામે રક્ષણ કેમ મેળવવું તે એક સવાલ છે, ત્યારે અમદાવાદના એક વૈજ્ઞાનિક રાગેશ શાહે રેડિએશન પ્રુફ બંકર બનાવ્યા છે.
આ બંકર કેમિકલ, બાયોલોજીકલ, રેડીયોલોજીકલ, ન્યુક્લિયર જેવા હથિયારો સામે રક્ષણ આપી શકે છે. જેમાં 85 પ્રકારની દવાઓ પણ રાખવામાં આવી શકે છે. આ સાથે જ બહારના તાપમાન સામે અંદરના લોકોને રક્ષણ મળી શકે છે. યુદ્ધના સમયમાં લશ્કરના જવાનો અને વી.વી.આઈ.પીઓના જીવને રક્ષણ આપવા માટે આ બંકર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
આ બંકર સાથે જવાનોને રેડિએશનથી બચાવવા માટે એક ખાસ ટેબ્લેટ્સ બનાવવામાં આવી છે. રેડિએશન થાઇરોડને બ્લોક કરે છે. ત્યારે આ એક ટેબ્લેટ્સ 24 કલાક સુધી રેડિએશનથી બચાવી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જો યુદ્ધ થાય તો લોકોના જીવની ખુમારી ના થાય તેવો પ્રાયસ કરવા માટે આ બંકર ઉપયોગી થઈ શકે છે. વૈજ્ઞાનિકો કોરોનાને પણ બાયોલોજીકલ હથિયાર માને છે અને તેમાં પણ આ બંકર કામ લાગી શકે છે.