Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજનાએ સપનાંઓને આપી નવી ઉડાન, તાલીમાર્થીઓને આપવામાં આવે છે ₹25 લાખ સુધીની લોન

Vidhi Parmar pilot નારી શક્તિની ઉડાન અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે

News Continuous Bureau | Mumbai

Vidhi Parmar pilot ગાંધીનગર, 27 સપ્ટેમ્બર 2025: સ્ત્રીને શક્તિ સ્વરૂપા કહેવાય છે અને નવરાત્રિમાં શક્તિની આરાધનાનું અનેરું મહત્વ છે. આજે દરેક ક્ષેત્રે મહિલાઓએ તેમની પ્રતિભાના દમ પર નવી ઉડાન ભરી છે. ગુજરાત સરકાર સપનાંની ઉડાન ભરવા માગતા યુવાનો, ખાસ કરીને મહિલાઓની હંમેશા પડખે રહી છે અને વિવિધ યોજનાઓ હેઠળ તેમને પ્રોત્સાહન આપતી રહી છે. અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે કાર્યરત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે- ‘અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના’. આ યોજનાની મદદથી અમદાવાદ જિલ્લાની વિધિ પરમારે પાઇલટ બનવાનું સપનું પૂરું કર્યું છે.

Join Our WhatsApp Community

સપનાંને મળી ઉડાન: વિધિ પરમારે પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું

બાળપણથી જ ખુલ્લા આકાશમાં ઉડવાના સપનાં જોતી વિધિ હર્ષદભાઈ પરમાર આજે એક કમર્શિયલ પાઇલટ બની ગઈ છે. આ સિદ્ધિની પાછળ વિધિની મહેનત, ધૈર્ય અને પરિવારનો સપોર્ટ તો છે જ, પણ સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કમર્શિયલ પાઇલટ લાઇસન્સ/ટ્રેઇનિંગ પાઇલટની તાલીમ માટેની લોન યોજનાનો પણ મહત્વનો ફાળો છે.

અમદાવાદના વેજલપુરમાં રહેતી વિધિ પરમાર કહે છે કે, “મને બાળપણથી પાઇલટ થવાનું સપનું હતું. એ સમયે મને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકની કોમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના અંગે માહિતી મળી. આ યોજનામાં અરજી કર્યા બાદ વર્ષ 2023-24માં મને અમેરિકાના મિઆમી રાજ્યની ફ્લાઇટ સ્કૂલમાં કમર્શિયલ પાઇલટ લાયસન્સ (CPL)ની તાલીમ માટે ₹25 લાખની લોન મળી હતી. આ લોનની મદદથી મારું કમર્શિયલ પાઇલટ બનવાનું મારું સપનું પૂરું થઈ શક્યું છે. હાલમાં હું ગ્રાઉન્ડ ઇન્સ્ટ્રકટર તરીકે સેવા આપું છું અને મહિને ₹40,000ની આવક મેળવું છું. મેં આ યોજનાની મદદથી મારું સપનું તો પૂરું કર્યું છે, પણ સાથે હું મારા પરિવારને આર્થિક રીતે પણ મદદરૂપ બની છું. આ માટે હું ગુજરાત સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.”

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના શું છે?

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની કમર્શિયલ પાઇલટ તાલીમ લોન યોજના હેઠળ લોનની રકમ ₹25 લાખ સુધીની લોન વાર્ષિક 4 ટકાના દરે આપવામાં આવે છે. યોજના માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીએ ધોરણ-10/12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય એ જરૂરી છે. કમર્શિયલ પાઇલટની તાલીમ આ૫નાર દેશ/૫રદેશની સંસ્થાએ તાલીમાર્થીના પ્રવેશ માટે જે શરતો નક્કી કરી હોય તે મુજબ તાલીમ માટે જરૂરી તમામ પ્રમાણ૫ત્રો હોવા જોઇએ. તાલીમાર્થીએ તેમની તાલીમ માટે થનાર ખર્ચનો અંદાજો જે-તે સંસ્થા પાસેથી મેળવી રજૂ કરવાના હોય છે. ભારતમાં તાલીમ માટે રકમમાં ટ્યૂશન ફી તથા અન્ય આનુસંગિક ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ

વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહિલાઓ નોંધનીય ભૂમિકા ભજવશે

આજે જ્યારે ભારત વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સામાજિક, શૈક્ષણિક, રાજકીય, રમતગમત, કૃષિ વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવે તેવા સતત પ્રયત્નો કર્યા છે. તેમણે વિકસિત ભારત@2047 વિઝનમાં મહિલા સશક્તિકરણને મજબૂત પાયો ગણાવ્યો છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં મહિલાઓના વિકાસ માટે સંપૂર્ણ કટિબદ્ધ છે.

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Exit mobile version