દિલ્હી હાઈકોર્ટનો એઈમ્સને આદેશ! ગેરકાયદેસર રીતે નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીને 30 ઓક્ટોબર સુધીમાં ચૂકવે આટલા લાખ રૂપિયાનું વળતર; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

સોમવાર 

દિલ્હી હાઇકોર્ટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ને ગેરકાયદેસર રીતે બરતરફ કરવા બદલ પોતાના કર્મચારીને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

આ સાથે જ 80ના દાયકામાં ડ્રાઇવર તરીકે ભરતી કરવામાં આવેલા કર્મચારીને પેન્શન પેટે દર મહિને 19,900 રૂપિયા પણ ચુકવવામાં આવશે. 

અરજકર્તાના જણાવ્યા અનુસાર તેને ગેરકાયદે ટર્મિનેટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે લેબર કોર્ટમાં ગયો હતો. 

અરજકર્તાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર,1988માં લેબર કોર્ટે પણ સ્વીકાર્યુ હતું કે તેમને ગેરકાયદેસર રીતે બરતરફ કરવામાં આવ્યા છે. 

લેબર કોર્ટના આદેશને વિવિધ ઓથોરિટી સમક્ષ પડકારવામાં આવ્યો હતો. અંતે એઇમ્સ દ્વારા દાખલ સ્પેશિયલ લીવ પિટીશન(એસએલપી)ને સુપ્રીમ કોર્ટે 3 જૂન, 2016ના રોજ ફગાવી દીધી હતી.

સૌથી મોટા મુસ્લિમ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી હિન્દુ ધર્મ અપનાવશે, જાણો શું છે કારણ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment