Site icon News Continuous Bureau | Mumbai

Air Marshal Nagesh Kapoor : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન – ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂર

Air Marshal Nagesh Kapoor : એર માર્શલ શ્રી નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે.

Air Marshal Nagesh Kapoor Chief of South Western Air Command of IAF calls on Gujarat CM

Air Marshal Nagesh Kapoor Chief of South Western Air Command of IAF calls on Gujarat CM

News Continuous Bureau | Mumbai 

Air Marshal Nagesh Kapoor :
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન એરફોર્સના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ શ્રી નગેશ કપૂરે ગાંધીનગરમાં લીધી હતી.

Join Our WhatsApp Channel

એર માર્શલ શ્રી નગેશ કપૂરે તાજેતરમાં ગાંધીનગર સ્થિત SWAC ખાતે એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનો કાર્યભાર સંભાળ્યો છે.

ભારતીય વાયુસેનામાં જુદા જુદા પદ પર તેઓ સેવા આપી ચૂક્યા છે અને તા. ૧ મે ૨૦૨૫થી સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે નિયુક્ત થયા છે.

શ્રી નગેશ કપૂર ૧૯૮૬માં ભારતીય વાયુસેનામાં જોડાયા છે અને ૩૮ વર્ષના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન તેઓ મિગ-૨૧ અને મિગ-૨૪ સહિતના વિવિધ યુદ્ધ અને તાલીમી વિમાન નો કુલ ૩૪૦૦ કલાક થી વધુ સમયના ઉડ્ડયનનો બહોળો અનુભવ ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : Railway News : મહેસાણા-પાલનપુર સેક્શનમાં એન્જિનિયરીંગ કામને લીધે કેટલીક ટ્રેનો સિદ્ધપુર સ્ટેશન પર નહીં રોકાય

તેમની સેવાઓની પ્રશંસા રૂપે ૨૦૦૮માં વાયુસેના મેડલ, ૨૦૨૨માં અતિ વિશિષ્ટ સેવા મેડલ અને ૨૦૨૫ માં પરમ વિશિષ્ટ સેવા મેડલથી તેમને સન્માનિત કરવામાં આવેલા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એર માર્શલ શ્રી નગેશ કપૂરે શુભેચ્છા-સૌજન્ય મુલાકાત કરીને ભારતીય વાયુ સેનાનું સ્મૃતિચિન્હ પણ તેમને અર્પણ કર્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version