ન્યુઝ કંટીન્યૂઝ.
વિશ્વ સુંદરી અશ્વર્યા રાય નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માહિતી મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપે એ ટ્વિટર દ્વારા લોકોને આપી હતી. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઐશ્વર્યા રાયનો પ્રથમ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બીજા કોરોના ટેસ્ટમાં તે અને તેની દીકરી પોઝિટિવ જણાયા છે.
જો કે ઉલ્લેખનીય વાત એ છે કે અશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી માં કોરોના ના એક પણ લક્ષણ દેખાયા નથી.
બચ્ચન પરિવાર અને તેના કર્મચારીઓ એમ કુલ ૧૬ કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી જયા બચ્ચન નો રિપોર્ટ વધુ એક વખત નેગેટિવ આવ્યો છે.
આમ બચ્ચન પરિવારના પાંચ સભ્યો માંથી ચાર સભ્યો ને કોરોના થયો છે.