આજી-૨ ડેમ ભરાયો: ચાર દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

આજી-૨ ડેમ ભરાયો: ચાર દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

by Akash Rajbhar
Aji-2 dam filled: four gates opened, people of Hethwas villages warned to be careful

News Continuous Bureau | Mumbai

આજી-૨ ડેમ ભરાયો: ચાર દરવાજા ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના રાજકોટવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. વાવાઝોડામાં થયેલ વરસાદને કારણે રાજકોટની આજી-૨ છલકાઈ ગઈ છે. આજી – ૨ છલકાતા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.અને લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી ડેમના ચાર દરવાજા ૧.૫ ફુટે ખોલવામાં આવ્યા હતા, હતા. જે વધારીને ૧૪ દરવાજા ૧.૫ ફુટ આઠ કલાકે ખોલવામાં આવશે. ડેમમાં ૨૨૦૦ ક્યુસેકના પ્રવાહની આવક છે અને ડેમમાંથી 2200 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવશે. જળાશયની ભરપૂર સપાટી 73.76 મીટર છે અને હાલની સપાટી 68 મીટર છે આથી પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા તથા જૂના નારણકા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: Sunday Train Block : સુરત-વડોદરા વિભાગના સયાન યાર્ડમાં બ્લોક થવાના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોને અસર થઈ છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More