ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
નવી દિલ્હી
29 મે 2020
રાજ્યની રચના બાદ છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવનાર અજિત જોગીનું આજે 74 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની ધારાસભ્ય રેણુ જોગી અને પુત્ર અમિત જોગી છે. અમલદારશાહીમાંથી રાજકારણી બનેલા જોગીને, આ મહિનાની શરૂઆતમાં કાર્ડિયાક અરેસ્ટ થયું હતું અને ત્યારથી તે રાયપુરની એક હોસ્પિટલમાં હતા. જ્યા બાદમાં તેઓ તેમના મૃત્યુના સમય સુધી એક જ સ્થિતિમાં કોમામાં હતા.
વર્ષ 2014 માં કાંકર જિલ્લાની અંતાગ બેઠક પર બાયપોલ નક્કી કરવાના આક્ષેપના વિવાદમાં તેઓ અને તેમના પુત્ર અમિત જોગી વિવાદમાં ફસાયા બાદ પૂર્વ મુખ્યમંત્રને કોંગ્રેસ સાથે મતભેદો થયા બાદ અને નાદુરસ્ત તબીયત ને લાયી તેઓ ઘણા વર્ષોથી રાજકારણથી દૂર થઈ ગયા હતા..