Ajmer Sharif Dargah:  શાહી જામા મસ્જિદ બાદ હવે આ દરગાહમાં શિવ મંદિરનો દાવો, રાજસ્થાન કોર્ટે અરજી સ્વીકારી; થશે વધુ સુનાવણી.. 

Ajmer Sharif Dargah: વિશ્વ પ્રસિદ્ધ ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પરિસરમાં સંકટ મોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટે સ્વીકારી છે. મતલબ કે હવે કોર્ટ આ મામલે વધુ સુનાવણી કરશે. કોર્ટે આ અરજીને સુનાવણી લાયક ગણી છે.

by kalpana Verat
Ajmer Sharif Dargah Ajmer dargah sharif claimed to be hindu temple court accept plea of hindu sena notice issued

   News Continuous Bureau | Mumbai

Ajmer Sharif Dargah: ઉત્તર પ્રદેશ સંભલ માં શાહી જામા મસ્જિદના સર્વે બાદ થયેલી હિંસાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. ત્યારે આજે રાજસ્થાનના અજમેર સ્થિત પ્રસિદ્ધ દરગાહને હિંદુ મંદિર જાહેર કરતી અરજીને નીચલી અદાલતે સ્વીકારી લીધી છે. કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે અને આગામી સુનાવણીની તારીખ 5 ડિસેમ્બર નક્કી કરી છે. વાસ્તવમાં, હિન્દુ સેનાના વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને હિન્દુ પૂજા સ્થળ તરીકે જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

Ajmer Sharif Dargah:  દરગાહ સમિતિ, લઘુમતી બાબતો અને ASIને સમન્સ નોટિસ જારી

અજમેર પશ્ચિમ સિવિલ જજ સિનિયર ડિવિઝન મનમોહન ચંદેલની કોર્ટ દ્વારા આજે આ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. દરમિયાન, વાદી વિષ્ણુ ગુપ્તાના દાવાની સંજ્ઞાન લેતા, ન્યાયાધીશ મનમોહન ચંદેલે દરગાહ સમિતિ, લઘુમતી બાબતો અને ASIને સમન્સ નોટિસ જારી કરવાનો નિર્દેશ આપ્યો અને તેમને આગામી તારીખે હાજર થવા જણાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Aadhaar card update deadline:મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી લંબાઈ, હવે આ તારીખ સુધી ઉપલબ્ધ રહેશે સેવા.. જાણો આખી પ્રોસેસ..

Ajmer Sharif Dargah: હિન્દુ સંગઠનો દરગાહને હિન્દુ મંદિર ગણાવી રહ્યાં છે.

મહત્વનું છે કે હિન્દુ સંગઠનો ઘણા સમયથી અજમેર દરગાહને મંદિર ગણાવી રહ્યાં છે. વર્ષ 2022માં હિન્દુ સંગઠન મહારાણા પ્રતાપ સેનાએ તેને મંદિર હોવાનો દાવો કરીને રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કેન્દ્ર સરકારને પત્ર લખીને તેની તપાસ કરાવવા માટે કહ્યું હતું. મહારાણા પ્રતાપ સેનાના અધિકારીઓએ એક ફોટોગ્રાફ મોકલ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અજમેર દરગાહની બારીઓ પર સ્વસ્તિકના નિશાન છે. સંસ્થાના સ્થાપક રાજવર્ધન સિંહ પરમારે દાવો કર્યો હતો કે અજમેર દરગાહ એક શિવ મંદિર હતું જેને દરગાહમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

You may also like