News Continuous Bureau | Mumbai
સંતો અને જયોતિષોએ ભારત(India) આગામી 20 થી 25 વર્ષમાં અખંડ ભારત બનશે એવું કહ્યું રહ્યા છે. પરંતુ જો તમામ દેશવાસીઓ સાથે મળીને પ્રયાસ કરશે તો ભારત આગામી 15 વર્ષમાં જ ફરી અખંડ ભારત બની જશે એવો દાવો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના પ્રમુખ મોહન ભાગવતે કર્યો છે. જોકે તેમના આ ભવિષ્યકથન સામે શિવસેના(Shivsena)ને પેટમાં દુખ્યું છે. શિવસેનાએ 15 વર્ષ નહીં પણ 15 દિવસમાં દેશને અંખડ બનાવવાનું વચન પૂરું કરો એવો કટાક્ષ કર્યો છે.
તાજેતરમાં મોહન ભાગવતે(Mohan Bhagwat) એક કાર્યક્રમ દરમિયાન દેશને અખંડ બનાવવા પર ભાર આપ્યો હતો અને કહ્યું હતું કે દેશ 15 વર્ષમાં ફરી અખંડ રાષ્ટ્ર બની જશે. જે તેની સામે અવરોધ ઊભો કરશે તે ખતમ થઈ જશે. અમે અહીંસાની(Non-violence) જ વાત કરશું પણ આ વાત અમે હાથમાં દંડો લઈને કરશું. અમારા મનમાં કોઈ શત્રુતા દ્વેષ નથી. પરંતુ દુનિયા શક્તિ, પાવરમાં માને છે, તો અમે શું કરીએ? ભારત ઉઠશે તો ધર્મના માધ્યમથી જ ઊઠશે.
આ સમાચાર પણ વાંચો : એક ઓડિયો ક્લીપને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ. મીડિયામાં પ્રસારિત થયા આવા અહેવાલ.. જાણો વિગતે
મોહન ભાગવત(Mohan Bhagwat) ના કથન સામે જોકે શિવસેના(Shivsena)ના પ્રવક્તા સંજય રાઉતે કટાક્ષ કરતા કહ્યું હતું કે તમે અખંડ ભારત બનાવી લો, પરંતુ 15 વર્ષ નહીં 15 દિવસનું વચન આવો. અખંડ ભારતનું સપનું કોણ નથી જોતું? ભારતને અખંડ બનાવનારાઓ સૌથી પહેલા પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરને ભારતથી જોડવું પડશે. પછી પાકિસ્તાનનું જે વિભાજન થયું હતું તેને પણ ભારત સાથે જોડવું પડશે. પહેલા જયાં ભારતની સીમા હતી તેને પણ જોડવું પડશે. લંકાને પણ જોડો પછી એક મહાસત્તા બનાવો.
