ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ઉત્તર પ્રદેશ
24 જુન 2020
વાંદરાઓ ની ઘણી હરકતો માણસો જેવી હોય છે. આવીજ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક દારૂડિયા વાંદરાને પકડવામાં આવ્યો છે. હવેથી તેને કાનપુરના પ્રાણીસંગ્રહાલયમાં કાયમ માટે પાંજરે પુરી દેવાયો છે, કારણકે આ વાંદરાને દારૂની લત લાગી હતી અને દારૂ ન મળતાં તે આક્રમક બની જતો હતો.
એક તાંત્રિક એ 'કલુઆ' નામના આ વાંદરા ને પાળ્યો હતો અને તાંત્રિક રોજ તેને દારૂ પીવડાવતો હતો. જેને કારણે વાંદરાને દારૂની લત લાગી ગઇ હતી. ત્યારબાદ થોડા સમય પછી તેના માલિક નુ મોત થતાં તેને છૂટો મૂકી દેવામાં આવ્યો હતો. છૂટા મૂકી દેવાયેલા આ વાંદરા ને દારૂ ન મળતાં તે આવતા જતા લોકો પર હુમલો કરતો હતો. તેના આવા એક હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જયારે 250 થી વધુ લોકો તેના હુમલામાં અવારનવાર ભોગ બન્યા છે. વાંદરાના આ તોફાનના સમાચાર આખરે વન વિભાગ સુધી પહોંચ્યા અને પ્રાણીસંગ્રહાલયના કર્મચારીઓએ ભેગા મળીને આ વાંદરા ને પકડી પાંજરે પૂર્યો છે. તેનો આતંક જોતા હાલ પ્રાણીસંગ્રહાલયમાં પણ તેને એકલો સૌથી દૂર રાખવામાં આવ્યો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com