Site icon

Aligarh: અલીગઢમાં મુસ્લિમ મહિલાએ ભાજપને મત આપવો પડ્યો ભારે, પતિએ આપ્યો ટ્રિપલ તલાક… જાણો વિગતે.. .

Aligarh: અલિગઢમાં મુસ્લિમ મહિલાએ ભાજપને વોટ આપ્યો ત્યારે તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપી દીધો. છેલ્લા બે મહિનાથી તે એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશને જઈ રહી છે, પરંતુ આજ સુધી તેની કોઈ સુનાવણી થઈ નથી.

Aligarh Muslim woman in Aligarh had to vote for BJP heavily, husband gave triple talaq... know details..

Aligarh Muslim woman in Aligarh had to vote for BJP heavily, husband gave triple talaq... know details..

 News Continuous Bureau | Mumbai

Aligarh:  અલીગઢમાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં રાજકારણની અસર હવે એક પરિવાર પર જોવા મળી છે. રાજનીતિના કારણે એક પરિવારના પતિ-પત્ની અલગ થવાના આરે પહોંચી ગયા છે. જેમાં પતિએ પત્નીને તેની જિંદગીથી અલગ કરી દીધી હતી.  તો પત્ની ( Husband Wife ) ન્યાયની આજીજી કરતા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જો કે, પોલીસે ગુનો ન નોંઘતાં, પત્નીએ હવે આરોપી પતિ સામે સોશિયલ મિડીયા પર વીડિયો વાયરલ કરી લોકો પાસે મદદની આજીજી કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હવે ગુનો નોંધ્યો હતો. 

Join Our WhatsApp Community

વાસ્તવમાં, અલીગઢના છર્રા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન સુનપહર એડલપુરની રહેવાસી આશિયા ખાને ( Muslim Woman ) પોતાના પતિ સેવાન મિયાં ઉર્ફે શાનુ ખાન પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. આશિયા ખાને  નિવેદન આપતા જણાવ્યું છે કે જ્યારે તેમણે 26 એપ્રિલ 2024 ના રોજ લોકસભા ચૂંટણી ( Lok Sabha Elections ) અલીગઢના મતદાનમાં ભાજપને ( BJP ) પોતાનો મત આપ્યો હતો, ત્યારે તેના પતિએ તેને ત્રણ વખત છૂટાછેડા ( triple talaq ) કહીને આશિયાને તેના જીવનમાંથી કાઢી મૂકી હતી.

 Aligarh: પીડીતાનો પતિ પહેલેથી શાદીશુદા હતો..

આશિયા ખાન અને તેની માતા સકીનાએ લગ્નની આખી વાત પર નજર નાખી તો આ મામલો ખૂબ જ ચોંકાવનારો અને સંવેદનશીલ હોવાનું બહાર આવ્યું છે. આશિયા ખાન અને તેની માતા સકીનાએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલો 7 એપ્રિલ 2021થી શરૂ થયો હતો. તે સમય હતો જિલ્લા પંચાયતની ચૂંટણીનો. આશિયાએ જણાવ્યું હતું કે, તેને જિલ્લા પંચાયત સભ્યના વોર્ડ નંબર 45માં મહિલાની ઓબીસી ટિકિટ જાહેર કરવામાં આવી હતી. સેવાન મિયા ઉર્ફે શાનુ ખાન, જે સપાના નેતા છે અને જિલ્લા પંચાયતના સભ્યની ચૂંટણી લડવાના હતા, પરંતુ તે પઠાણ હોવાને કારણે તે જનરલ કેટેગરીમાં આવતો હતો. તેથી જ  સેવાનમિયાં ઉર્ફે શાનુ ખાને 7 એપ્રિલ 2021 ના રોજ છેતરપિંડીથી તેની સાથે લગ્ન કર્યા હતા અને આશિયા ખાનના  સપાની ટિકિટ સાથે ચૂંટણી લડી હતી, પરંતુ આશિયા ખાન તે ચૂંટણી હારી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો  :  Nvidia Jensen Huang: એક સમયે શૌચાલય સાફ કરતા હતા એનવીડિયાના CEO , હવે લાખો રૂપિયાની કંપનીના માલિક બની ગયા, કર્મચારીઓને આપ્યો આ ખાસ સંદેશ.. જાણો વિગતે..

આશિયા ખાને આગળ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભાગદોડ બાદ ફ્રી થયા બાદ જાણવા મળ્યું હતું કે, સેવાનમિયા ઉર્ફે શાનુ ખાનના પહેલેથી જ લગ્ન થઈ ચૂક્યાં છે. તેને એક પુત્ર પણ છે, પરંતુ તેણે આશિયા સાથે ખોટું બોલીને માત્ર ચૂંટણી લડવા માટે જ તેની સાથે લગ્ન કર્યા હતા. જેથી આશિયાએ સસુરાલમાં આ વાતનો વિરોધ કર્યો હતો, પરંતુ સાસરીયાઓ આશિયાને ગેરમાર્ગે દોરતા રહ્યા હતા. આ પછી, વધારાની દહેજની માંગ પણ શરૂ થઈ હતી અને આ બાદ ગેરવર્તન અને મારપીટની ઘટના શરૂ થઈ હતી.

 Aligarh: પોલીસે સાસરીઓ સામે ગુનો નોંધ્યો..

આશિયા ખાને આગળ જણાવ્યું હતું કે, આ સમય વીતી ગયો અને શાનુ ખાને મારપીટ કરીને તેને ઘરની બહાર કાઢી મૂકી, જેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી પરંતુ તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આવી સ્થિતિમાં, લોકસભા ચૂંટણી 2024 આવી. આશિયા ખાને જણાવ્યું કે, 26 એપ્રિલે તે મતદાન કર્યા બાદ પોતાની માતા અને ભાઈ સાથે અલીગઢ વિસ્તારના એક બૂથથી પરત ફરી રહી હતી. આ દરમિયાન શાનુ ખાનની મુલાકાત તેના અન્ય ભાઈઓ અને મિત્રો સાથે થઈ હતી. રસ્તામાં તેમણે આશિયાને પૂછ્યું કે કોને મત આપ્યો છે, જેના પર આશિયાએ પોતાના પતિને કહ્યું હતું કે, તેમણે ભાજપને વોટ આપ્યો છે. આ વાત પર આશિયાનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સે થઈ ગયો હતો અને ગુસ્સામાં જ જાહેર રસ્તા પર જ ત્રણ વખત છૂટાછેડા, છૂટાછેડા, છૂટાછેડા કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટના બાદ, પીડિતા આશિયા ખાને આ અંગે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમજ હાલ પીડિતા ન્યાય માટે આજીજી કરે છે. હવે કંટાળીને પીડિતા આશિયા ખાને પોતાની ફરિયાદ અત્રૌલી તહસીલ દિવસે ઉચ્ચ અધિકારીઓ સામે મૂકી હતી અને આ સમગ્ર કેસનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાદ વિસ્તારની પોલીસ હરકતમાં આવી હતી. આ બાદ, પોલીસે સાસરિયાઓ સામે ગુનો દાખલ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  શું નતાશા સ્ટેન્કોવિક એ કર્યો તેના અને હાર્દિક પંડ્યા ના છુટા થવા પર ઈશારો, અભિનેત્રી ના ક્રિપ્ટીક વિડીયો એ આપ્યો અફવા ને વેગ

Bangladeshi infiltrators: બાંગ્લાદેશી ઘૂસણખોરોની હવે ખેર નથી; રાજ્ય સરકારે લીધો ‘આ’ મહત્વનો નિર્ણય
Satara: સતારાની મહિલા ડૉક્ટરને ન્યાય,આત્મહત્યા માટે ઉશ્કેરનાર આરોપીઓમાંથી 1 જેલભેગો, આટલા હજુ ફરાર.
Islampur: ઇસ્લામપુર બન્યું ઈશ્વરપુર! મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું, કેન્દ્રની મંજૂરી
MVA: MVAમાં રાજકારણ ગરમાયું: રાજ ઠાકરેની વધતી નિકટતાથી કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી ચિંતામાં; શું ઉદ્ધવ ઠાકરે બદલશે રસ્તો?
Exit mobile version