News Continuous Bureau | Mumbai
અલીગઢ(Aligarh)માં પેટ્રોલ(petrol)ની લૂંટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ લૂંટતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હજારો લીટર પેટ્રોલ રોડની બાજુના ખાડામાં પડેલું જોવા મળે છે. આ પેટ્રોલ ટેન્કર પલટી જવાથી ખાડામાં ભરાઈ ગયું હતું.
पेट्रोल का नाला:
जान जोखिम में, लेकिन कोई परवाह नहीं…
सड़क किनारे पेट्रोल से भरा कैंटर पलट गया. इसके बाद फ्री पेट्रोल के लालच में सैकड़ों लोग जान जोखिम में डालकर बोलत, बाल्टी लेकर तेल इकट्ठा करने लगे.
वायरल वीडियो यूपी के अलीगढ़ का है. pic.twitter.com/eOgkW4VBzU
— Kumar Abhishek (@active_abhi) October 15, 2022
વાસ્તવમાં, અલીગઢમાં પેટ્રોલ ભરેલું ટેન્કર (Tenker)લઈને બદમાશ ફરાર થઈ ગયા. ઓવર સ્પીડ(Over speed) ના કારણે ટેન્કર થોડે દૂર ગયા બાદ ખાડામાં પલટી ગયું હતું. લૂંટારાને પકડવાના પ્રયાસમાં ડ્રાઇવર-કંડક્ટર ઘાયલ થયા હતા. ટેન્કરમાં 24 હજાર લીટર પેટ્રોલ ભરેલું હતું. વાહન પલટી જતાં રોડની બાજુના ખાડામાં તેલ ફેલાઈ ગયું હતું. આ પછી પેટ્રોલની લૂંટ કરવા માટે ભીડ એકઠી થઈ ગઈ.
આ સમાચાર પણ વાંચો : ચાર બાળકોની માતાને બીજા કોઈ સાથે પ્રેમ હતો- પતિએ કરવા ચોથ ની ગિફ્ટ તરીકે પ્રેમી સાથે કરાવી દીધા લગ્ન- જુઓ વિડીયો
આ ઘટના ગત શુક્રવારે મધરાતે બની હતી. ડ્રાઈવર-કંડક્ટર મથુરા રિફાઈનરી(Mathuta refinery)થી ટેન્કરમાં પેટ્રોલ ભરીને મુરાદાબાદ (Muradabad) જઈ રહ્યા હતા. આ દરમિયાન તેણે ઇગલાસના ગોંડા ચારરસ્તા પર ટેન્કરને રોક્યું હતું. બંને એક ઢાબા (dhaba) પર જમવા રોકાયા. દરમિયાન ટેન્કર લઈને એક બદમાશ ભાગી ગયો હતો. બંનેએ પીછો કર્યો હતો, પરંતુ થોડે દૂર જતાં ટેન્કર પલટી ગયું હતું.