અધધ 24 હજાર લીટર પેટ્રોલ ભરેલું ટેન્કર ખાઈ ગયો પલટી- રોડ પર ઢોળાયેલું તેલ ભરવા લોકોની ઉમટી ભીડ- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 અલીગઢ(Aligarh)માં પેટ્રોલ(petrol)ની લૂંટનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ લૂંટતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હજારો લીટર પેટ્રોલ રોડની બાજુના ખાડામાં પડેલું જોવા મળે છે. આ પેટ્રોલ ટેન્કર પલટી જવાથી ખાડામાં ભરાઈ ગયું હતું.

 

વાસ્તવમાં, અલીગઢમાં પેટ્રોલ ભરેલું ટેન્કર (Tenker)લઈને બદમાશ ફરાર થઈ ગયા. ઓવર સ્પીડ(Over speed) ના કારણે ટેન્કર થોડે દૂર ગયા બાદ ખાડામાં પલટી ગયું હતું. લૂંટારાને પકડવાના પ્રયાસમાં ડ્રાઇવર-કંડક્ટર ઘાયલ થયા હતા. ટેન્કરમાં 24 હજાર લીટર પેટ્રોલ ભરેલું હતું. વાહન પલટી જતાં રોડની બાજુના ખાડામાં તેલ ફેલાઈ ગયું હતું. આ પછી પેટ્રોલની લૂંટ કરવા માટે ભીડ એકઠી થઈ ગઈ.

આ સમાચાર પણ વાંચો : ચાર બાળકોની માતાને બીજા કોઈ સાથે પ્રેમ હતો- પતિએ કરવા ચોથ ની ગિફ્ટ તરીકે પ્રેમી સાથે કરાવી દીધા લગ્ન- જુઓ વિડીયો

આ ઘટના ગત શુક્રવારે મધરાતે બની હતી. ડ્રાઈવર-કંડક્ટર મથુરા રિફાઈનરી(Mathuta refinery)થી ટેન્કરમાં પેટ્રોલ ભરીને મુરાદાબાદ (Muradabad) જઈ રહ્યા હતા. આ દરમિયાન તેણે ઇગલાસના ગોંડા ચારરસ્તા પર ટેન્કરને રોક્યું હતું. બંને એક ઢાબા (dhaba) પર જમવા રોકાયા. દરમિયાન ટેન્કર લઈને એક બદમાશ ભાગી ગયો હતો. બંનેએ પીછો કર્યો હતો, પરંતુ થોડે દૂર જતાં ટેન્કર પલટી ગયું હતું.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More