ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ફેબ્રુઆરી 2021
કોરોના લાગુ થઈ ગયા બાદ ભારત દેશની તમામ અદાલતોએ પોતાનું કામ અનિશ્ચિતકાળ માટે બંધ કર્યું હતું. જોકે સપ્ટેમ્બર મહિના પછી ઘણી ખરી કોર્ટોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી શરૂ કરી હતી.
અનેક લોકોની માંગણી હતી કે કોર્ટ નિયમિત રીતે શરૂ કરવામાં આવે. હવે દિલ્હી હાઈકોર્ટે નિર્ણય કર્યો છે કે ૧૫મી માર્ચ થી દિલ્હીમાં રહેલી તમામ કોર્ટો પહેલાની જેમ પોતાનું કાર્ય શરૂ કરશે.
જોકે અમુક કોર્ટો હજી વીડિયો કોન્ફરન્સિંગ થી ચાલુ રહેશે પરંતુ મોટાભાગની કોર્ટો ફીઝીકલ હિયરીગ શરૂ કરશે.