220
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટ્ર સરકારની કૅબિનેટ મિટિંગ આજે યોજાવાની છે. આ કૅબિનેટની મિટિંગમાં વાવાઝોડા સંદર્ભે લોકોને આપવાની રાહત, lockdown સંદર્ભે શું નિર્ણય લેવો, મરાઠા આરક્ષણ બાબતે શું કરવું તેમ જ રાજ્યની તિજોરીમાં પડેલાં ગાબડાંને કઈ રીતે સાંધવા, આ તમામ વિષય સંદર્ભે ચર્ચા થવાની છે.
ખાસ કરીને લોકોની નજર lockdown ઉપર મંડાયેલી છે. ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ કૅબિનેટની મિટિંગ પહેલાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ શરદ પવાર અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શું નક્કી થયું એ સંદર્ભે કોઈ જાણકારી બહાર આવી નથી, પરંતુ કૅબિનેટ બેઠકમાં જે નક્કી થાય એ ખરું.
You Might Be Interested In