News Continuous Bureau | Mumbai
Lok Sabha Election: તા.૭મીએ લોકસભા ચૂંટણી, નિયત વિધાનસભાઓની પેટાચૂંટણીઓમાં ( by-elections ) રાજ્યભરના મતદારો અચૂક મતદાન ( Voting ) કરી શકે એ માટે ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, વ્યાપારી એકમો, ઉદ્યોગગૃહો ચૂંટણી પંચની ગાઈડલાઈન્સ મુજબ કામદારોને ફરજિયાત સવેતન રજા આપશે, ત્યારે લોકશાહીના આ પર્વમાં રાજ્યના તમામ મતદારો/નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ શકે તથા મતદાનના દિવસે વધુ ને વધુ લોકો તેમનો કિંમતી મત આપી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ શકે તેવા ઉમદા હેતુથી રાજ્યના ઊર્જા વિભાગની તમામ વીજ કંપનીઓ ( Electricity companies ) દ્વારા તા.૦૬/૦૫/૨૦૨૪ થી ૧૨/૦૫/૨૦૨૪ દરમિયાન ઔદ્યોગિક ગ્રાહકો/એકમો દ્વારા જે તે દિવસે સાપ્તાહિક રજા પાળવામાં આવે છે તે દિવસે પણ વીજ પૂરવઠો ચાલુ રહેશે, જેથી તેઓ સાતત્યપૂર્ણ વીજ વપરાશ કરી શકશે.
આમ, તા.૭મીએ મતદાન માટે DGVCL સહિત રાજ્યની તમામ વીજકંપનીઓ ઉદ્યોગ એકમોને તા. ૬ થી ૧૨મી મે ના સપ્તાહ દરમિયાન સાપ્તાહિક રજાના દિવસે પણ વીજળી ( Electricity ) આપશે એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ.ની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.