Site icon News Continuous Bureau | Mumbai

Sikkim Landslide : સિક્કીમ ખાતે ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓને રેસક્યુ કરાયા; તમામ પ્રવાસીઓ સુરક્ષિત

Sikkim Landslide: લાચુંગ ગામની હોટલમાં ફસાયેલા આશરે ૩૦થી વધુ ગુજરાતી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા; કેટલાક પ્રવાસીઓ ગુજરાત પરત ફર્યા

All Gujarati Tourists Trapped in Sikkim Landslide Rescued; All travelers safe

All Gujarati Tourists Trapped in Sikkim Landslide Rescued; All travelers safe

News Continuous Bureau | Mumbai 

Sikkim Landslide: સિક્કીમ રાજ્યના મંગન જિલ્લામાં ભારે વરસાદના ( Heavy Rainfall ) પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ અંગે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ( Bhupendra Patel ) માર્ગદર્શન હેઠળ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કીમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું હતું.

Join Our WhatsApp Channel

સિક્કીમના ( Sikkim  ) વહીવટી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુજરાતના આશરે ૩૦થી વધુ પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ-અલગ હોટલમાં રોકાયેલા હોવાથી, ત્યાં ફસાયેલા હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા અર્થે રાજ્ય સરકારે સિક્કીમ વહીવટી તંત્ર સાથે કરેલા સતત સંકલનના પરિણામે તમામ પ્રવાસીઓને રેસ્ક્યુ ( Rescue Operation ) કરીને, સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં લાચુંગ ગામે કોઈ ગુજરાતી પ્રવાસી ( Gujarati tourists )  ફસાયેલો નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. 

આ સમાચાર પણ વાંચો:  Anupam kher: અનુપમ ખેર ની ઓફિસ માં થઇ ચોરી, કેટલાક સામાન સાથે આટલી રોકડ રકમ લઈને ફરાર થયા ચોર

આ ઉપરાંત ગુજરાતના ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પૈકીના કેટલાક પ્રવાસીઓ ગુજરાત પરત ફર્યા છે, તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Raj Thackeray On 500 Crore Row ₹૫૦૦ કરોડના આરોપ પાછળ કોણ છે માસ્ટરમાઇન્ડ? મનોજ જરાંગેના બચાવમાં ઉતર્યા રાજ ઠાકરે આપ્યું આ નિવદેન…
JJ Hospital Staff Acquitted જાતિવાદી ટિપ્પણી કેસમાં જે.જે. હોસ્પિટલના કર્મચારીને મોટી રાહત મુંબઈની વિશેષ અદાલતે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા!
Mumbai Pollution High Court દરિયાકાંઠે વસેલું મુંબઈ ગેસ ચેમ્બર કેમ બન્યું? દિલ્હીને પણ પછાડી દેતા હાઈકોર્ટનો પ્રશાસન પર ચાબખા “તમે હાથ પર હાથ ધરીને બેઠા છો?”
Raj Thackeray Big Claim શું દેશમાં મોટો સત્તાપલટો થવાનો છે? સંજય રાઉત બાદ હવે રાજ ઠાકરેનો મોટો દાવો રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમાયું!
Exit mobile version