ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ
તા – ૨૪/૦૯/૨૦૨૧.
મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે તે મુજબ નવરાત્રિના પહેલા દિવસથી મહારાષ્ટ્રના તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ સંદર્ભે નિર્ણય લીધો છે અને પ્રેસ રિલીઝ ના માધ્યમથી આ વાતની જાણકારી પૂરી પાડી છે. જો કે આ સંદર્ભે ની માહિતી પૂરી પાડતા પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે દરેક ધાર્મિક સ્થળે કોરોના સંદર્ભેના પ્રોટોકોલ તેમજ સુરક્ષા માટેની જે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોય તે તમામનું કડક રીતે પાલન કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના નો પ્રકોપ અન્ય રાજ્યોની તુલનામાં વધુ હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી ધાર્મિક સ્થળો બંધ છે. આટલું જ નહીં તમામ પ્રકારના ધાર્મિક તહેવારો પર પણ અનેક પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવ્યા હતા જેને કારણે ઉદ્ધવ સરકાર પર ઘણી ટીકા કરવામાં આવી હતી.