Site icon

સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાના કારણે ૧૮ સિંહ ગુમ થયાના તમામ અહેવાલ ખોટા; વન વિભાગે કરી આ સ્પષ્ટતા, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

તાઉતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રનાં જંગલોમાં ૧૮ સિંહ ગુમ થયાના અહેવાલ મીડિયામાં ફરતા થયા હતા. તે બાદ વન વિભાગે આ વિશે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે ગીર અને બૃહદ્ ગીરના તમામ સિંહ સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું વાવાઝોડાને કારણે મૃત્યુ કે કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી.

આ બાબતે સ્પષ્ટતા કરતાં જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડી.ટી. વસાવડાએ પત્ર લખી માહિતી આપી હતી કે વન વિભાગ દ્વારા સિંહની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે અને તેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સિંહની સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.તેમણે ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહે પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં સિંહ વસે છે. વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયાકાંઠે વસતા અને અન્ય તમામ સિંહની સલામતી માટે પગલાં લેવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે રાજુલા વિસ્તારના સિંહ દરિયાથી દૂર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાની વાત પણ ધ્યાનમાં આવી હોવાનું તેમણે પત્રમાં લખ્યું હતું.

 

Lions Missing Surashtra

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version