ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગે પરીક્ષા સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય મુજબ પહેલા ધોરણ થી માંડીને આઠમા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર ઉત્તિર્ણ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે ની જાહેરાત મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આજે કરી હતી. પોતાના વિડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે ધોરણ નવ અને ત્યાર પછીના શૈક્ષણિક વર્ષ સંદર્ભે બહુ જલ્દી નિર્ણય લેવામાં આવશે.
