ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ ૨૦૨૧
સોમવાર
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને સીબીઆઈ તપાસની જાળ માં બરાબર ફસાવનાર એવા એડવોકેટ જયશ્રી પાટીલ એ સ્વતંત્ર સેનાની ડોક્ટર એલ કે પાટીલ ની દીકરી છે. તેઓ એક વરિષ્ઠ પત્રકાર છે અને માનવ અધિકાર સંદર્ભે તેમની વકીલાત અનેક સ્તર પર વખણાય છે.
તેમણે માનવ અધિકાર માં પીએચડી કર્યું છે અને ભૂતકાળમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકારના માનવ હક આયોગ સંશોધન વિભાગના પ્રમુખ પદ પર પણ કામ કર્યું છે.
ડોક્ટર જયશ્રી પાટીલ ઘણા લેન્ડમાર્ક ચુકાદા અપાવી ચૂકી છે. તેઓ મરાઠા આરક્ષણ ની વિરુદ્ધમાં પણ પોતાની ભૂમિકા સક્ષમ પણ રાખી ચૂક્યા છે.
આમ ડોક્ટર જયશ્રી પાટિલે આજે બોમ્બે હાઈકોર્ટ સામે જે દલીલ મૂકી તેને કારણે જજે તેની તરફેણમાં ચુકાદો આપવો પડ્યો. એક પબ્લિક ઈન્ટરેસ્ટ લીટીગેશન સફળ રીતે મંજૂર થઈ અને મહારાષ્ટ્રના રાજકારણમાં સીબીઆઇની એન્ટ્રી થઇ.