News Continuous Bureau | Mumbai
અલાહાબાદ હાઇર્કોટે(Allahabad High Court) વારાણસીના(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) કેસની સુનાવણી ટાળી દીધી છે.
મળતી માહિતી મુજબ, હવે 6 જુલાઈએ સવારે 10 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે.
જસ્ટિસ પ્રકાશ પાડિયાની(Justice Prakash Padia) સિંગલ બેંચ જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી કરશે.
આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે(Supreme Court) વારાણસી કોર્ટમાં(Varanasi Court) કેસની સુનાવણી પર રોક લગાવી દીધી હતી.
આ મામલે આજે બપોરે 3 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.
ભારે ભીડને કારણે જ્ઞાનવાપી મસ્જિદના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. શુક્રવારની નમાઝને(Namaz) કારણે કડક સુરક્ષા વ્યવસ્થા(Security arrangements) કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : કુતુબ મિનારને લઈને ભૂતપૂર્વ આઈએએસ ઓફિસરનો ચોંકાવનારો દાવો- મુસ્લિમ નહી આ હિંદુ રાજાએ બાંધ્યો હતો… જાણો વિગતે