ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર
દિલ્હી બાદ હવે અલ્હાબાદ હાઈકોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત કરી છે.
હાઈકોર્ટે કેન્દ્ર સરકારને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા અંગે વિચારણા કરવાની સલાહ આપી છે.
કોર્ટે કહ્યું કે, કોમન યુનિફોર્મ સિવિલ કોડ આ દેશની જરૂરિયાત છે. અને તેને ફરજિયાત લાવવા પર વિચાર કરવો જોઈએ.
કોર્ટે સાથે એમ પણ કહ્યું કે, લધુમતી સમુદાય દ્વારા વ્યક્ત કરાયેલી આશંકા અથવા ડરને ધ્યાનમાં રાખીને તેને સ્વૈચ્છિક બનાવી શકાય નહીં. ડો.બી.આર.આંબેડકરે પણ આ વિશે 75 વર્ષ પહેલાં ઉલ્લેખ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં દિલ્હી હાઇકોર્ટે પણ યુનિફોર્મ સિવિલ કોડ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સરકારે સમાન કાયદાની દિશામાં વિચારવું જોઈએ.
