ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
24 જુલાઈ 2020
અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિર ભૂમિ પૂજનનો રસ્તો સાફ થઈ ગયો છે. ઈલાહાબાદ હાઈકોર્ટે રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટનું ભૂમિ પૂજન વિરુદ્ધ કરેલી યાચિકાને ખારીજ કરી દીધી છે. હાઈકોર્ટની ડિવીઝન બેંચે આજે (શુક્રવાર) આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી. ત્યાર બાદ આ અરજીને ખારીજ કરી દીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે અરજીમાં ઉભા કરાયેલા મુદ્દા ફક્ત કલ્પનાના આધારે છે અને ઉભા કરવામાં આવેલી આશંકાઓ પાયાવિહોણી છે. આ સાથે, હાઇકોર્ટે મંદિર નિર્માણ ટ્રસ્ટ અને યુપી સરકારને ભૂમિપૂજન કાર્યક્રમમાં કોવિડ માર્ગદર્શિકાઓનું પાલન કરવા નિર્દેશ આપ્યો છે.
નોંધનીય છે કે, ભૂમિ પૂજન વિરુદ્ધ દિલ્હીના પત્રકાર તથા સોશિયલ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ અરજી દાખલ કરી હતી. સાકેત ગોખલેએ પોતાની અરજીમાં કહ્યુ હતું. ભૂમિ પૂજન એ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે. અરજીમાં કહેવાયુ હતું કે, ભૂમિ પૂજનમાં 300 લોકો એકઠા થશે. જે કોવિડ નિયમોની વિરુદ્ધમાં છે. આ કાર્યક્રમ થતાં કોરોના ફેલાવાની શક્યતા છે. આ અરજીમાં એવુ પણ કહેવાયુ હતું કે, યુપી સરકાર કેન્દ્રની ગાઈડલાઈનમાં છૂટ આપી શકે નહીં. આ અરજી રામ મંદિર ટ્ર્સ્ટની સાથે સાથે કેન્દ્ર સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ગોવિંદ માથુર અને ન્યાયાધીશ સૌમિત્રા દયાલ સિંઘની ડિવિઝન બેંચ દ્વારા કરવામાં આવી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com