News Continuous Bureau | Mumbai
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમા(Mathura shri Krishna Janmabhoomi case) અલાહાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) ચુકાદો આપ્યો છે.
આ મામલામાં અલાહાબાદ હાઇકોર્ટે મથુરા કોર્ટને ચાર મહિનામાં તમામ અરજીઓનો નિકાલ કરવાના નિર્દેશ આપ્યા છે.
સાથે કોર્ટે કહ્યુ કે, જો સુન્ની વક્ફ બોર્ડ(Sunni Waqf Board) અને બીજા પક્ષકારો સુનાવણીમાં(Hearing) સામેલ ના થાય તો એક તરફી આદેશ જાહેર કરવામાં આવે.
હિંદુ આર્મી ચીફ મનીષ યાદવની(Hindu Army Chief Manish Yadav) અરજી પર સુનાવણી કરતા અલાહાબાદ હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અરજી મથુરાની કોર્ટમાં જન્મભૂમિ વિવાદ સંબંધિત તમામ કેસની સુનાવણી જલદી પુરી કરવા અને તેનો ઉકેલ લાવવાની માંગને લઇને દાખલ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : તાજમહેલના દરવાજા ખોલાવવા માગતા લોકોને ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી, આપ્યું આ કારણ