News Continuous Bureau | Mumbai
વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gynanavapi Masjid) બાદ હવે મથુરાના(Mathura) શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં(Krishna Janmabhoomi case) પણ વીડિયોગ્રાફી(Videography) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટના (Allahabad High Court) જસ્ટિસ પીયૂષ અગ્રવાલની(Justice Piyush Agarwal) બેન્ચે આ આદેશ આપ્યો છે.
4 મહિનામાં વીડિયોગ્રાફી કરાવીને સર્વે રિપોર્ટ(Survey report) હાઈકોર્ટમાં દાખલ કરવાનો રહેશે.
કમિશનર તરીકે એક સિનિયર એડ્વોકેટ અને બે એડ્વોકેટને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવશે.
સાથે જ સક્ષમ અધિકારીઓ આ સર્વે પંચમાં વાદી અને પ્રતિવાદીની સાથે સામેલ થશે.
આ સમાચાર પણ વાંચો: ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુ પહેલાનો વધુ એક વીડિયો આવ્યો સામે- બળજબરીથી ડ્રિંક પીવડાવતો જોવા મળ્યો પીએ સુધીર સાંગવાન- જુઓ વિડીયો