News Continuous Bureau | Mumbai
તાજમહેલના(Taj mahal) 22 દરવાજા ખોલાવવાની માંગ કરનાર લોકોને અલ્હાબાદ હાઈકોર્ટે(Allahabad highcourt) મોટો ઝટકો આપ્યો છે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે(Lucknow bench) બંધ દરવાજા ખોલાવવાની અરજદારોની માગ નકારી દીધી છે.
સાથે કોર્ટે આકરો ઠપકો આપીને કહ્યું કે જનહિતની(Janhit) અરજીની પદ્ધતિનો દુરુપયોગ ન થવો જોઈએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે આવતીકાલે તમે આવીને કહેશો કે અમને માનનીય ન્યાયાધીશની(Judge) ચેમ્બરમાં(Chamber) જવાની છૂટ મળવી જોઈએ.
તમને જે વિષય અંગે ખબર ન હોય તેના પર સંશોધન કરો, જાઓ M.A કરો, PhD કરો. જો કોઈ સંસ્થા તમને રિસર્ચ(Research) ન કરવા દે તો અમારા પાસે આવજો.
આ ઉપરાંત હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આ અરજીની સુનાવણી ટાળશે નહીં.
