ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
આગામી ગોવા વિધાનસભા ચૂંટણીઓ પહેલા, તૃણમૂલ કોંગ્રેસના ગોવા એકમે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચૂંટણી પંચને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને ભાજપના નેતાઓ અને સભ્યો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત અને અન્યોએ ૩૦ જાન્યુઆરીએ સાંવોર્ડેમ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોવિડ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર પણ કોરોના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારીને લખેલા પત્રમાં, ટીએમસીએ કહ્યું, “કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્યોએ ૭ ફેબ્રુઆરીના રોજ નાવેલિમ વિધાનસભા ક્ષેત્રમાં તેમના ચૂંટણી પ્રચારમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.”
RSS સુપ્રીમો મોહન ભાગવતનું હિન્દુત્વ પર મોટું નિવેદન, કહી દીધી આ વાત; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે ગોવા વિધાનસભાની 40 બેઠકો માટે એક જ તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે.