પંજાબ માં કોની સરકાર બનશે? શું ભાજપ બાજી મારી જશે? આ છે ગણિત અને દાવો…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

બુધવાર 

કેપ્ટન અમરિંદરસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચે પંજાબમાં વિવાદ ચાલી રહ્યો હતો. જે દરમિયાન કોંગ્રેસે પંજાબના મુખ્યમંત્રી પદેથી કેપ્ટનને હટાવ્યા ત્યારથી તેઓ નારાજ હતા. બાદમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના નવા પક્ષનું નામ પંજાબ લોક કોંગ્રેસ આપ્યું છે. જ્યારે કેપ્ટનને પૂછવામાં આવ્યુ કે શું મોટા નેતાઓ આ પક્ષમાં જોડાશે કે કેમ તો જવાબમાં તેમણે કહ્યું હતું કે તમે રાહ જોવો, બધુ જ સારૂ થવા જઇ રહ્યું છે. અમરિંદરસિંહે કહ્યું હતું કે પંજાબમાં હવે મારો પક્ષ, ભાજપ અને એસએડી મળીને સરકાર રચવા માટેના પ્રયાસો કરશે. બીજી તરફ આ જાહેરાત પહેલા કેપ્ટને હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરની સાથે બેઠક યોજી હતી. જેને પગલે એવી અટકળો હતી કે તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરવા જઇ રહ્યો છે, આ અટકળોને બાદમાં કેપ્ટને સાચી ઠેરવી હતી.પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ પરિસિૃથતિ વચ્ચે કોંગ્રેસ છોડી પોતાનો પક્ષ રચવાની જાહેરાત કરનારા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે કહ્યું હતું કે તેમનો પક્ષ ભાજપ સાથે ગઠબંધન કરીને પંજાબમાં સરકાર બનાવશે.

મહારાષ્ટ્રમાં ગુલાબી ઠંડીનો અહેસાસ: મુંબઈમાં ૨ ડીગ્રીનો ઘટાડો નોંધાયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More