ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પંજાબમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હી પહોંચી રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આજે કેપ્ટન દિલ્હી આવવાના છે અને તેઓ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાને મળે તેવી શક્યતા છે.
અમરિંદર સિંહે પહેલાં તેમના વફાદારા અને કોંગ્રેસી નેતા દિલ્હીમાં મળી ચૂક્યા છે. તેથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજકીય ઘટનાક્રમમાં કંઇક મોટા ફેરફાર થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સિધ્ધુ સાથે થયેલા વિવાદ બાદ તાજેતરમાં કેપ્ટને સીએમ પદેથી રાજીનામુ આપ્યુ હતુ અને ત્યારબાદ કોંગ્રેસે ચરણજીત સિંહને પંજાબના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
