News Continuous Bureau | Mumbai
Ambati Rayudu: પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) છોડવાની જાહેરાત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે અંબાતી રાયડુ આંધ્ર પ્રદેશની સત્તાધારી પાર્ટીમાં જોડાયાને 10 દિવસ પણ નથી થયા. તેઓ ગત 28 ડિસેમ્બરે જ YSR કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.
આ નિર્ણય વિશે જણાવ્યું
તેમણે પોતે જ રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું. રાયડુએ ટ્વીટ કર્યું, સૌને જાણ કરવા માટે છે કે મેં YSRCP પાર્ટી છોડવાનો અને થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. યોગ્ય સમયે આગળની કાર્યવાહીની જાહેરાત કરવામાં આવશે.
28 ડિસેમ્બરે જોડાયા હતા
રાડુયુ 28 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન રાજ્યના ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી મિથુન રેડ્ડી પણ હાજર રહ્યા હતા. રાડુયુએ પાર્ટી છોડવાના નિર્ણય અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. તેમણે કહ્યું કે યોગ્ય સમય આવવા પર તેઓ આગળની કાર્યવાહી વિશે જણાવશે.
આ સમાચાર પણ વાંચો : Makar Sankranti Recipe: મકરસંક્રાંતિ પર બનાવો તલના લાડુ, થાય છે અદભુત ફાયદા, નોંઘી લો સરળ રીત..
IPL 2023 પછી ક્રિકેટને અલવિદા કહી દીધું
ઉલ્લેખનીય છે કે રાયડુએ IPL 2023 પછી ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. 2023 IPLમાં, રાયડુ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો, જે ચેમ્પિયન બન્યો હતો. જોકે, અગાઉ 2019માં રાયડુએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 55 ODI અને 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સિવાય તેણે પોતાની કારકિર્દીમાં 203 IPL મેચ રમી હતી.