Site icon

મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલમાં હવે આ ઠાકરેની થશે એન્ટ્રી- નેતાએ ટ્વીટ કરીને આપી હીંટ- જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના રાજકરણમાં(Maharashtra politics) હાલ જબરદસ્ત રાજકીય ડ્રામા(Political drama) ચાલી રહ્યો છે. શિવસેના(Shivsena) વિરુદ્ધ એકનાથ શિંદેનો(Eknath Shinde) બળવો હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારના(Maha Vikas Aghadi Government) પતન બાદ આગામી કેટલાક કલાકોમાં ભાજપ(BJP) રાજ્યની બાગડોર સંભાળી લેશે તેવું માનવામાં આવે છે. જો કે, એકનાથ શિંદેના ગ્રુપનું ભાવિ હજુ પણ અઘ્ધર છે ત્યારે સોમવારે મોડી રાતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ (MNS)ના અમેય ખોપકરે(Amey Khopkar) એક ટ્વીટ કરી છે, જેનાથી એવું અનુમાન લગાવવામા આવી રહ્યું છે કે બહુ જલદી એકનાથ શિંદેનું ગ્રુપ MNSમાં જોડાઈ જશે.

Join Our WhatsApp Community

એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો હજુ પણ પક્ષાંતર કાયદાને કારણે ગેરલાયક ઠરવાનો ડર સતાવી રહ્યા છે. આ કાર્યવાહીથી બચવા માટે એકનાથ શિંદેને કોઈ રાજકીય પક્ષ સાથે ભળવાની જરૂર છે. આવી સ્થિતિમાં MNS પ્રમુખ રાજ ઠાકરેનું(Raj Thackeray) નામ છેલ્લા કેટલાક કલાકોથી ચર્ચામાં છે. એકનાથ શિંદે અને રાજ ઠાકરેએ તાજેતરમાં ફોન પર વાતચીત કરી હતી. જે બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે સમય આવશે તો એકનાથ શિંદે પોતાના જૂથને MNSમાં ભેળવી શકે છે. આ પૃષ્ઠભૂમિમાં, સોમવારે, રાજ ઠાકરેએ તેમના નિવાસસ્થાન 'શિવતીર્થ'(Shivatirtha) પર કેટલાક MNS નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ સમયે ચોક્કસ શું વાત થઈ હતી તે હજી બહાર આવ્યું નથી. જોકે વર્તમાન ઘટનાક્રમને ધ્યાનમાં લઈએ તો આ રાજકીય તખ્તા પર હવે વધુ એક ઠાકરેની એન્ટ્રી મહત્વની બની રહશે એવું માનવામાં આવે છે.

એ જ રીતે MNS નેતા અમેય ખોપકરે એક સૂચક ટ્વીટ કરીને આ ઉત્સુકતા વધારી છે. અમેય ખોપકરે સોમવારે રાત્રે એક ટ્વિટ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'આવો એક 'ધર્મવીર'(Dharmaveer).. આવતીકાલે એક 'રાજ' વસ્તુ શેર કરવા જઈ રહ્યો છે. પિક્ચર હજી બાકી છે!'. અમેય ખોપકરના નિવેદનનું રાજકીય વર્તુળોમાં અલગ રીતે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. ખોપકરના મતે, દરેકને એ વાતની ઉત્સુકતા છે કે શું નજીકના ભવિષ્યમાં રાજ ઠાકરે એકનાથ શિંદેના બળવામાં ખરેખર કોઈ ભૂમિકા ભજવી શકશે.

આ સમાચાર પણ વાંચો :  ગુવાહાટી પહોંચ્યા બાદ પ્રથમવાર મીડિયા સામે આવ્યા એકનાથ શિંદે- મુંબઈ પરત આવવાના સંકેત આપ્યા- શિવસેનાને લઈને કહી આ વાત

એકનાથ શિંદેના બળવાએ શિવસેનાને શાબ્દિક રીતે નારાજ કરી દીધી છે. શિવસેનાના કુલ 55 ધારાસભ્યોમાંથી 40થી વધુ ધારાસભ્યો એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે. જાણવા મળ્યું કે એકનાથ શિંદેએ MNSના વડા રાજ ઠાકરેને ફોન કર્યો હતો. એકનાથ શિંદે અને રાજ ઠાકરેએ ફોન પર બે વાર વાત કરી છે. રાજ ઠાકરેએ હાલમાં જ તેમના પગની સર્જરી કરાવી હતી. તેથી, એકનાથ શિંદેએ તેમને રાજની તબિયત પૂછવા માટે બોલાવ્યા હોવાનું સમજાય છે. એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.

મનસે દ્વારા જોકે શિંદે તરફથી મનસેમાં વિલીન થવાને લઈને કોઈ પ્રસ્તાવ આવ્યો ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મનસેના નેતા સંદીપ દેશપાંડે (Sandeep Deshpande)અને નિતીન સરદેસાઈએ(Nitin Sardesai) શિંદેનો ફોન આવ્યો હોવાની કબૂલાત કરી હતી. જોકે મનસેમાં વિલીન થવા બાબતે કોઈ ચર્ચા થઈ  હોવા બાબતે તેમને જાણ ન હોવાનો દાવો કરી રહ્યા છે. ભાજપ અથા પ્રહાર સંઘટનામાં જોડાવાનથી શિંદે ગ્રુપની અસ્મિતા અને બાળ ઠાકરેનો વારસો સાચવવાની તેમની વાતનો છેદ ઊડી જશે. તેથી બાળ ઠાકરેનું નામ લઈને બળવો કરનારાઓની નૈતિકતા સામે સવાલ થઈ શકે છે. તેથી મનસેમાં જોડાય તો ઠાકરે અને હિંદુત્વ બંનેનું સમર્થન મળી શકે છે એવું તેમનું માનવું છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં નવી સરકારને લઈને હલચલ તેજ-દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા થયા રવાના

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version