158
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત અન્ય દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 113 પર પહોંચી ગયો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મચાવેલા આ કહેરને પગલે મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આવતીકાલે એટલે કે 27મી જુલાઈએ તેમનો જન્મદિવસ ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારનો કોઈ કાર્યક્રમ યોજવો ન જોઇએ. સાથે જ ઠાકરેએ લોકોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન આપવા વિનંતી પણ કરી છે.
તેમણે લોકોને હોર્ડિંગ્સ ન લગાવવાની અને વ્યક્તિગત રૂપે તેમને મળવા ન આવવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે કોંકણ ક્ષેત્રના રત્નાગીરી જિલ્લામાં ભારે પુરથી અસરગ્રસ્ત ચીપલૂન વિસ્તારની મુલાકાત લીધી હતી.
You Might Be Interested In