મહારાષ્ટ્રમાં આવેલી કુદરતી આફત અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમના જન્મદિવસ અંગે લીધો આ મોટો નિર્ણય ; લોકોને કરી આ ખાસ અપીલ 

by Dr. Mayur Parikh

મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર, ભૂસ્ખલન અને વરસાદ સંબંધિત અન્ય દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 113 પર પહોંચી ગયો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મચાવેલા આ કહેરને પગલે મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આવતીકાલે એટલે કે 27મી જુલાઈએ તેમનો જન્મદિવસ ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને તેમના જન્મદિવસ નિમિત્તે કોઈ પણ પ્રકારનો કોઈ કાર્યક્રમ યોજવો ન જોઇએ. સાથે જ ઠાકરેએ લોકોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન આપવા વિનંતી પણ કરી છે.

તેમણે લોકોને હોર્ડિંગ્સ ન લગાવવાની અને વ્યક્તિગત રૂપે તેમને મળવા ન આવવાની અપીલ કરી છે.  

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે કોંકણ ક્ષેત્રના રત્નાગીરી જિલ્લામાં ભારે પુરથી અસરગ્રસ્ત ચીપલૂન વિસ્તારની મુલાકાત લીધી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More