News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલા રાજકીય સંકટ(Political crisis) વચ્ચે EDએ શિવસેનાના(Shivsena) વરિષ્ઠ નેતા સંજય રાઉતને(Sanjay Raut) સમન્સ(Summons) જારી કર્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ સંજય રાઉતને પાત્રા ચૌલ જમીન કૌભાંડ કેસમાં(land scam case) સમન્સ પાઠવવામાં આવ્યા છે.
આ કેસમાં ઇડીએ(ED) સંજય રાઉતને આવતીકાલે સવારે 11 વાગ્યે હાજર થવા જણાવ્યું છે.
અગાઉ ઇડીએ 1,034 કરોડ રૂપિયાના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં શિવસેનાના નેતાની સંપત્તિ(property) જપ્ત કરી છે.
ઇડીએ અલીબાગમાં(Alibagh) સંજય રાઉતનો એક પ્લોટ અને દાદરમાં(Dadar) એક ફ્લેટ જપ્ત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો ફરી બદલાશે- સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે શિંદે જૂથના આટલા ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાનો દાવો-જાણો વિગતે