News Continuous Bureau | Mumbai
દેશની આંતરિક સુરક્ષા(Security) ને લઈને હરિયાણા(Haryana) ના સૂરજકુંડમાં 2 દિવસીય ચિંતન શિબિર(Chintan shibir) દરમિયાન એક વિચિત્ર ઘટના બની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ(Anil Vij) ને ચાલુ મીટિંગમાં ટોકવા પડ્યા.
વાસ્તવમાં, આ બેઠકમાં સ્વાગત સંબોધન માટે અનિલ વિજને પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. જોકે સાડા આઠ મિનિટે પણ ભાષણ (Speech) ચાલુ રહેતાં અમિત શાહે પહેલા તો તેમને માઈકથી ઈશારો કર્યો. ત્યાર બાદ ચિઠ્ઠી મોકલીને ભાષણ પૂરું કરી દેવા જણાવ્યું. જોકે અનિલ વિજ બોલતા રહ્યા. ત્યારપછી ગૃહમંત્રી અમિત શાહે પોતાનું માઈક ઓન કર્યું અને અનિલ વિજને કહ્યું કે 'અનિલ જીને થોડું ટૂંકમાં કહેવું પડશે. તમારો સમય 5 મિનિટનો હતો, તમે 8:30 મિનિટ બોલ્યા છો. તમે તેને થોડું ટૂંકું કરો. તો જ કાર્યક્રમ આગળ વધશે.
#Haryana के गृह मंत्री #AnilVij देश के गृह मंत्री #AmitShah के साथ चल रही बैठक में दे रहे थे लंबा-चौड़ा भाषण। इस बीच शाह ने उनके भाषण को बीच में रोकते हुए कह दी ये बात। पूरा मामला जानने के लिए देखें वीडियो। pic.twitter.com/yxv9MjHJgg
— I.khan S.P.(प्रदेश सचिव अल्पसंख्यक सभा) (@islamkhan919) October 28, 2022
આ સમાચાર પણ વાંચો : Reels ના રવાડે ચઢ્યા યંગસ્ટર્સ- ફેમસ થવા યુવકે મોઢામાં સળગતું રોકેટ મૂકીને લગાવી દોડ- જુઓ વાયરલ વીડિયો
મહત્વનું છે કે ચાલુ મીટિંગમાં આવું થતાં હાજર નેતાઓ અને અધિકારીઓ જોતા રહી ગયા. આ દરમિયાન શાહની બાજુમાં જ બેસેલા હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર નીચું જોઈ ગયા હતા.