News Continuous Bureau | Mumbai
Amit Shah Gujarat Visit: ગાંધીનગર ( Gandhinagar ) લોકસભા ( Lok Sabha ) ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( Union Home Minister Amit Shah ) વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ ( Project launch ) કર્યુ હતું. જે બાદ જનસભાને ( Public meeting ) સંબોધતા તેમણે કહ્યું, આજે લગભગ 1500 કરોડથી વધારે કામ મેં તમને સોંપ્યા છે. એક પ્રકારે એક વોર્ડ છૂટ્યો નથી કે એક પણ કામ બાકી રાખ્યા હોય, અનેક પ્રકારના કામ જેની માગણી પણ જનતાએ કરવી પડી નથી. ગોધાવી, ઘુમા જેવા વિસ્તારમાં નાગરિકોએ ડ્રેનેજની માંગણી નથી કરી. મુખ્યમંત્રીને અભિનંદન આપું છે કે લોકો માંગે એના પહેલા સુવિધા આપી. જ્યારે મેં પત્ર લખ્યો હોય AUDA કે AMC કે રાજ્ય સરકારને, છેલ્લા 52 મહિનામાં 17544 કરોડના કાર્ય થયા છે. ભારત સરકારના મેટ્રો સહિતના કાર્ય અલગ છે. 11000 જેટલા કાર્ય કરાયા છે, હમણાં નરેન્દ્ર ભાઈએ 20-20 જેવી બેટિંગ કરી છે. ઇસરોના કાયાકલ્પ કર્યા બાદ અને વૈજ્ઞાનિકોને જે પ્રેરણા આપી તે બાદ ચંદ્ર ઉપર પહોંચવામાં આપણે સફળ રહ્યા છીએ.
અમિત શાહે એમ પણ કહ્યું, વિધાનસભા હોય કે લોકસભા 33 ટકા અનામત લાવ્યા તેના માટે તમામ મહિલાઓને અભિનંદન. નીતિ બનાવવા મહિલાઓ નું યોગદાન ખૂબ જરૂરી હતું. નવી સંસદ એટલે ગણેશ ચતુર્થીએ ખુલ્લી મૂકી કેમ કે કોઈ વિઘ્ન ન આવે. મને કોઈ પૂછે તો કોનો દીકરો તો હું મારી માનું નામ દઉં..આપણા દેશમાં મહિલાઓની એ પ્રતિષ્ઠા છે. વિશ્વકર્મા યોજનાની વાત કરું તો નાના વ્યવસાય જેના વગર દેશનો વિકાસ શક્ય નથી, સમાજના બહુ જરૂરી કામ કરવા વાળા પણ આર્થિક રીતે આગળ લાવી સમકક્ષ કરવા સરકારે કામ કર્યું.
અંદાજે ₹1650 કરોડના AMC અને AUDAના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમથી લાઈવ… https://t.co/8UcxRkP74G
— Amit Shah (@AmitShah) September 30, 2023
ઘરની આસપાસ ત્રણ વૃક્ષ વાવજો, વૃક્ષાછદન વધારી ગ્રીન લેયર 5 ટકા સુધી વધારવાનું છે…
સંબોધન દરમિયાન અમિત શાહે ટકોર કરતાં કહ્યું, ચોમાસુ હમણાં ગયું છે. ઘરની આસપાસ ત્રણ વૃક્ષ વાવજો. નવી ચૂંટણી આવે પહેલા વૃક્ષાછદન વધારી ગ્રીન લેયર 5 ટકા સુધી વધારવાનું છે. હું ઘણા સમયે ત્રાગડ આવ્યો પહેલા હું લાલ બસ મારફતે આવતો અને હવે ખૂબ વિકાશશીલ બની ગયો છું. મુખ્યમંત્રીએ કાર્યક્રમ દરમિયાન સંબોધનમાં કહ્યું, કેન્દ્ર સરકારે મંજુર કરેલા મહિલા અનામત બિલ બદલ કેન્દ્ર સરકારને અભિનંદન. એક પણ સપ્તાહ એવું નથી હોતું કે જેમાં વિકાસના કાર્ય ખુલ્લા ન મુકાયા હોય.
આ સમાચાર પણ વાંચો : Maharashtra : શિંદે સરકારનો મોટો નિર્ણય! સરકારી કર્મચારીઓનું કરવામાં આવશે જાતિ સર્વેક્ષણ.. જાણો શું છે આ મામલો.વાંચો વિગતે અહીં.
ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગર લોકસભાને 1651 કરોડના વિકાસકાર્યની ભેટ આપવા આવ્યા છે, ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે અમિત શાહ વિકાસની વણઝાર લઈને આવે છે. દેશના શ્રેષ્ઠ લોકસભા બનાવવાનો તેમનો લક્ષ્ય છે. ગાંધીનગર લોકસભા દેશની શ્રેષ્ઠ લોકસભા બને તે માટે અમિત શાહ સતત કાર્યરત રહ્યા છે. આજે અમદાવાદમાં ખુશીનો પ્રસંગ છે. અમિત શાહના અને નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શરૂ થયેલી મેટ્રોને એક વર્ષ પૂર્ણ થયું છે, પહેલા અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં જતા લાલ બસ મળતા એક કલાક થતી, હવે પેટ્રોલનો ખર્ચ અને સમય બચ્યો છે. શહેરી વિકાસમાં સ્વચ્છતાના પાયા ઉપર ભાર મુકાય તો રાજ્યના શહેરોને ચાર ચાંદ લાગી જાય છે.
