News Continuous Bureau | Mumbai
Amit Shah Speech: અમિત શાહ હાલ બે દિવસ માટે મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વિપક્ષ વડાપ્રધાન મોદીના 10 વર્ષના કામનો હિસાબ માંગી રહ્યો છે. પરંતુ હું શરદ પવારને ( Sharad Pawar ) કહેવા માંગુ છું કે મહારાષ્ટ્રના લોકો છેલ્લા 50 વર્ષથી તમારો બોજ ઉઠાવી રહ્યા છે. 50 વર્ષને છોડી દો પણ ઓછામાં ઓછા પાંચ વર્ષનો હિસાબ તો જનતાને આપો. અમિત શાહ હાલ મહારાષ્ટ્ર ( Maharashtra ) પ્રવાસે છે. આ વખતે તેમણે જલગાંવમાં યોજાયેલી સભામાં વંશવાદના મુદ્દે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ( Uddhav Thackeray ) પર નિશાન સાધ્યું હતું.
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, જે પક્ષોમાં લોકશાહી નથી, તે વંશવાદી પક્ષો ( dynastic parties ) છે. અમિત શાહે વિપક્ષો પર નિશાન સાધતા પૂછ્યું હતું કે શું આવા પક્ષો દેશમાં લોકશાહી જાળવી શકશે? સોનિયા ગાંધી રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. ઉદ્ધવ ઠાકરે આદિત્યને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. શરદ પવાર તેમની પુત્રીને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.
મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજે આત્મજાગૃતિ વિકસાવી..
મમતા બેનર્જી પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, સ્ટાલિન પોતાના પુત્રને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. તો આ બધામાંથી તમારે માટે કયો ઉમેદવાર લાયક છે? અમિત શાહે કહ્યું, તમારા માટે જો કોઈ કામ કરનાર છે, તો તે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે.
VIDEO | Here’s what Union Home Minister Amit Shah (@AmitShah) said while addressing the ‘Yuva Sammelan’ in Maharashtra’s Jalgaon earlier today.
“I am here to talk about the upcoming Lok Sabha elections. If people think it’s an election to make Narendra Modi PM again, then it’s… pic.twitter.com/WDMyeV7ycE
— Press Trust of India (@PTI_News) March 5, 2024
આ સમાચાર પણ વાંચો : Mark Zuckerberg: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થતાં, માર્ક ઝકરબર્ગના મેટાના શેરમાં આવ્યો આટલા ટકાનો ધડાડો..જાણો કેટલા રુપિયાનું થયું નુકસાન..
મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજે આત્મજાગૃતિ વિકસાવી. આજે દેશ જે સ્થિતિમાં છે તેનો પાયો શિવાજી મહારાજે નાખ્યો હતો. અમે 2024ની ચૂંટણીની વાત કરવા અહીં આવ્યા છીએ. તેથી એવું ન માની લેતા કે આ વોટ ફકત મોદીને ફરીથી પીએમ બનાવવા માટે છે. આ વોટ 2027માં ભારતને વિકસિત બનાવવાનો મત છે. આ ભવિષ્ય માટે મતદાન છે, આ યુવાનોના ભવિષ્ય માટે મતદાન છે. મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે વોટ છે અને એક વિકસિત દેશનો આગળ વધારવા માટેનો આ વોટ છે.
અમિત શાહે આ સંબોધનમાં કાશ્મીર મુંદ્દે પણ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે, કાશ્મીર આપણા દેશનો ભાગ છે કે નહીં? કોંગ્રેસે 70 વર્ષ સુધી કલમ 370 હટાવી ન હતી. મોદી બે વખત વડાપ્રધાન બન્યા અને કલમ 370 હટાવી દીધી. રાહુલ ગાંધી કહેતા હતા કે જો કલમ 370 હટાવી દેવામાં આવશે તો કાશ્મીરમાં રક્તપાત થશે, આતંકવાદ દેશભરમાં ફેલાશે. અમિત શાહે કહ્યું કે, કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ, રક્તપાતની વાત તો છોડો, કોઈમાં નાનો એવો પથ્થર ઉપાડવાની પણ હિંમત નહોતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)